________________
બાર પ્રકારની હિંસાઓ
૧૨૯
લોકોએ ઝેરનો પ્યાલો પાયો હતો. ગુણી મહાન છે. સુખી નહિ. ગુણ મહાન છે ધન નહિ.” આવી સોક્રેટીસની એકધારી વાગતી “ટેઈપ' સાંભળીને તેઓ ત્રાહિમામ્ પોકારી ગયા હતા.
વિદેશી ગોરાઓની ઝેરી તાલીમ પામીને આ લોકોએ પોતાની અંતર્દષ્ટિ ગુમાવી છે. તેઓ બહિદૃષ્ટિ બન્યા છે. તેમને બહારના દેહિક રૂપમાં રસ છે. આતમના અત્યંતર ઝાકઝમાળ સાથે લગીરે નિસ્બત નથી. - સ્વામી વિવકેનાંદજીના દર્શનાર્થે વિદેશથી આવેલા ગોરાઓને સ્વામીજીએ પોતાના કાળા-વર્ણના ગુરુ રામકૃષ્ણ પરમહંસ બતાવ્યા ત્યારે તે ગોરાઓને તેમનામાં ‘કાળા-મજૂર” (કુલી) તરીકેનું દર્શન થયું! તે વખતે સ્વામીજીએ ખૂબ સાચું સંભળાવી દીધું હતું કે, “તમારામાં અને અમારામાં આ જ ફરક છે કે તમે બહારનું જ જુઓ છો. અમે ભીતરમાં જોઈએ છીએ.”
જરાક વિગતથી આ ભેદી ભૂહબાજોની ભીતરમાં ડોકિયું કરીએ.
એક તળાવ છે. તેમાં ભરપૂર પાણી છે. લાખો નાની-મોટી માછલીઓ છે. કોઈ માણસ તમામ માછલીનો નાશ કરવા માટે, તળાવને માછલીવિહોણું બનાવવા માટે જાળ નાખીને માછલીઓ બહાર કાઢી લાવવાનું કામ શરૂ કરે છે પણ ઘણી બધી નાની માછલીઓ (અને મોટી પણ) જાળમાં કેમે ય આવતી નથી. દિવસો સુધી શ્રમ કર્યા બાદ તે થાકી જાય છે.
આ વાત બીજો માણસ સતત ધ્યાનથી જોયા કરે છે. તેમાંથી તેને બીજો ઉપાય જડે છે. તે આખા તળાવનું પાણી મશીનના બળથી ખેંચી લે છે. તળાવ સાવ સૂકું થતાં નાની-મોટી તમામ માછલીઓ સાફ થઈ જાય છે. આમ બીજા માણસને સફળતા મળે છે.
મુસ્લિમો પહેલા માણસ જેવા છે. ગોરાઓ બીજા માણસ જેવા છે. મુસ્લિમો તલવારથી લાખો હિન્દુઓને મારવામાં થાકી ગયા! ઈસાઈઓએ તે કામ કરતાં હિન્દુઓની જે જીવાદોરી (તળાવમાં માછલીની જીવાદોરી પાણીની જેમ) હતી – રાજા ઋષભે સ્થાપેલી સંસ્કૃતિ તેને જ ખતમ કરવાનું કામ કર્યું. તેમાં સફળતા મળી. ભારતવર્ષનું તળાવ હવે બહુ જ થોડું પાણી ધરાવે છે. જો તે પણ ખેંચાઈ જશે (જે અસંભવિત છે) તો જીવતી રહી ગયેલી થોડીક પણ માછલીઓ રૂપી ધર્મસંસ્કૃતિચુસ્ત પ્રજા નામશેષ થઈ જશે. કાલાંતરે તેના અવશેષો પણ જોવા નહિ મળે.