________________
૧૨૮
બાર પ્રકારની હિંસાઓ
તૂટે. જો અવસ્થાઓને જીવંત અને મજબૂત રાખવી હોય તો વ્યવસ્થાના પાયાને ખૂબ મજબૂત રાખવો જોઈએ. જો ઈન્સાન (માણસ) જ તૂટશે તો “ભગવાન” કોણ બની શકશે !
વ્યવસ્થા ઈન્સાન બનાવે છે. અવસ્થા ભગવાન બનાવે છે.
હાય! આજે રાજા ઋષભે સ્થાપેલી તે વ્યવસ્થાનો પાયો હચમચી ઊઠીને ખૂબ નબળો બની ગયો છે! એથી ભગવાન ઋષભદેવે બતાવેલી ચારે ય માર્ગાનુસારિતા (વિશિષ્ટ કોટિની) સમ્યગુદર્શન, શ્રાવકધર્મ અને સાધુધર્મની—અવસ્થાઓ નબળી પડી છે. ઓક્સિજન ઉપર જીવવા લાગી છે.
આનું મુખ્ય કારણ વિદેશી અંગ્રેજોને સદાના વફાદાર દેશી-અંગ્રેજો છે. તેમણે ફેરવી નાખેલી જીવનશૈલી છે; જે એકાંતે ભોગલક્ષી, ધન-પ્રધાન, સ્વાર્થપ્રેરિત છે. આ લોકોના સ્વાર્થે કરોડો લોકોના સાચા સુખ, શાંતિ અને આબાદી હણી નાખ્યા છે કે હચમચાવી નાખ્યા છે ! શ્રીકૃષ્ણના રોગનાશક દેવ-પ્રદત્ત નગારાને ટુકડે ટુકડે તેના રક્ષક નોકરે શ્રીમંતોને વેચી મારીને પૈસા બનાવી લીધા! પણ લાખો ગરીબોને તે નગારાના અવાજના શ્રવણથી જે રોગમુક્તિ મળતી હતી તે ખતમ થઈ ગઈ. કેટલાક શ્રીમંતો ખાતર લાખો ગરીબોનું કેવું કારણું નુકસાન થઈ ગયું!
સ્વાર્થી લોકોની જમાત આ પ્રકારની છે. તેઓ પ્રાયઃ કૃષ્ણલેશ્યાવાળાં હોય છે. આથી પાકીને જમીન ઉપર તેયાર પડેલાં બોર ખાવાને બદલે હજારો પંખીઓના આશ્રયરૂપ, હજારો વટેમાર્ગુઓ માટે વિરામસ્થાનરૂપ તે આખું ઝાડ મૂળમાંથી ધરતી ઉપર ઢાળી દઈને જ તેમને તેનાં બોર ખાવામાં કોઈ અનેરી મધુરપ લાગી છે!
આ ક્રૂર શિક્ષિત ત્રિપુટી (શિક્ષિત, શહેરી, શ્રીમંત)ને બીજાના દુઃખમાં જ પોતાનું સુખ ભાસે છે. તેઓ પોતાના રોગાદિ દુઃખમાંય બીજાના દુઃખને સાંભળીને સુખ અનુભવે છે. તેઓ પોતાના સુખે સુખી નથી પણ બીજાના દુઃખમાં સુખી છે. આ લોકોને પોતાનાં રોગાદિ દુઃખો જ ત્રાસરૂપ લાગે છે. તેથી જ તેઓ દુઃખી છે પરંતુ પોતાનાં કામ, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, ધનતૃષ્ણા, સત્તાલાલસા, ખાનપાન લંપટતા વગેરે દોષો જરાય નીંદ હરામ કરતા નથી. આ દોષોથી તેઓ ક્યારેય ચિંતિત નથી; દુઃખી નથી.
આ લોકોને બસ, સુખ જ ખપે છે. ગુણની જરાય જરૂર જણાતી નથી. ગુણી મટીને પણ સુખી થવા માટે આ લોકો સદા સજ્જ હોય છે. સોક્રેટીસને આવા જ