________________
૧૩૦
બાર પ્રકારની હિંસાઓ
સંસ્કૃતિના ગૌરવવંતા તત્ત્વો-રાજાશાહી, વર્ણ-વૃત્તિ વ્યવસ્થા, સ્વાવલંબન, આયુર્વેદ, પશુપાલન, નારીવ્યવસ્થા, લગ્નવ્યવસ્થા, અવિભક્ત કુટુંબવ્યવસ્થા, મોક્ષલક્ષિતા, ધર્મપ્રધાનતા કુદરત સાથે ઘનિષ્ટતા વગેરે બાબતોમાં ‘જે કાંઈ પણ નાની ત્રુટિઓ-કાળપ્રભાવે કે જીવદોષે – પેદા થઈ હતી તેને એ લોકોએ પ્રજાની સમક્ષ ધરી દીધી. આવું ૧૦/ટકા તત્ત્વ આગળ કરીને ૯૦ ટકાનું સુંદર-તત્ત્વ છુપાવીને પ્રજાને તે તત્ત્વોથી ભડકાવી દીધી! જે ગોરાઓએ તૈયા૨ કરી દીધેલા દેશી ગોરાઓ હતા, તેમણે આ બગાવતનો ઝંડો લીધો! દુષ્ટો સક્રિય બન્યા; સજ્જનો નિષ્ક્રિય રહ્યા. તેથી તેમની મેલી મુરાદ સફળ થઈ ગઈ! દસ ટકાનું દૂષિત તત્ત્વ ભારતીય પ્રજા દ્વારા જ તેઓએ ઉથલાવી નાખ્યું.
એટલું જ નહિ પણ જેમાં ૯૦ ટકા ખરાબ હતું; માત્ર આભાસિક રીતે ૧૦ ટકા સારું હતું; તે તત્ત્વોનું દસ ટકા સારું પ્રજાની સમક્ષ મૂકીને તેના પ્રત્યે આદર જાગ્રત કરાવીને તે બધું ધર્મસંસ્કૃતિ વિધ્વંસક તત્ત્વ- લોકશાહી, એલોપથી, હુંડીયામણ વિદેશી સહાય, મુક્ત સેક્સ, ચૂંટણીપ્રથા, બહુમતવાદ, બિનસાંપ્રદાયિકતા, સમાનતા, એકતા - વગેરે ઘુસાડી દીધું. તેમાં ય પેલા દેશી ગોરાઓના ભરપૂર સાથને લીધે સફળતા મળી ગઈ!
આ દેશી ગોરાઓએ આખી આર્ય મહાપ્રજાનો આમૂલ ધ્વંસ કરી નાખે તેવી જે ખતરનાક બાબતો અમલમાં મૂકી છે તેમાંની કેટલીક અહીં રજૂ કરું છું.
આ લોકો આર્ય મહાપ્રજાના ખમીરવંતા માણસો તેમની સામે બળવો કરી ન બેસે તે માટે તેમને સદા રચનાત્મક કાર્યોના ઘેનમાં રાખી મૂકતા હોય છે. હોસ્પિટલ, સદાવ્રતખાતું, ગરીબોની સેવા વગરે રચનાત્મક કાર્યો ગણાય. એ દેશી ગોરાઓની ખતરનાક પ્રવૃત્તિનું ખંડન કરવું એ ખંડનાત્મક કામ ગણાય. તે લોકો કહે છે, “અમારું ખંડન ન કરો, લો, આ લાખ રૂપિયા! તમે માનવતાનાં રચનાત્મક કામો કરો.’’
જે ભોળો હોય તે (લગભગ બધા ભોળા છે.) આ વાતમાં છેતરાઈ જવાનો. ખરેખર તો સારી પ્રવૃત્તિઓનું જે ખંડન હોય તેનું ખંડન કરવું એ તો મંડન છે. એ જ ખરું રચનાત્મક કામ છે. પરંતુ આ વાત ભોળા ભારતીયોને સમજાતી નથી. અને એથી તેઓ લાખ રૂ. લઈને કોઈ પચ્ચીસ, પચાસ ખંડની હોસ્પિટલ વગેરેમાં ગોઠવાઈ જઈને ભારે મોટી દેશસેવા કરતા હોય તેમ દુનિયામાં વટથી ફરે છે!
કલાકના સો કિલોમીટરની સ્પીડથી એક ટ્રેન પંજાબ તરફ ધસી રહી છે કે