________________
૧૧૪
બાર પ્રકારની હિંસાઓ
જૈનધર્મ પાળતા જેનો ધર્મથી જેન છતાં પ્રજાથી હિન્દુ જ છે. એવું જ બૌદ્ધો અને શીખોનું છે. આમ છતાં તેમને હિન્દુથી જુદા કોણે પાડયા છે? હિન્દુઓએ જ
ને ?
હજારો કરોડ રૂપિયાની માંસ-નિકાસ, અત્યાધુનિક કક્ષાના કતલખાનાઓનાં આયોજન, જંગી મત્સ્યોદ્યોગ પૂરબહારમાં ટી.વી. વગેરે ઉપર “સેક્સ'નો પ્રચાર, ડ્રગ્સ વગેરેની દાણચોરીનો કે મટનટેલો વગેરે પ્રાણીજ પદાર્થોનો બહુ મોટો ધંધો કરવામાં ઘણા બધા હિન્દુઓનો જ સાથ-સહકાર નથી શું?
આ દેશી-અંગ્રેજરૂપી હિન્દુઓ જ્યાં સુધી સત્તાની ખુરસીથી હટશે નહિ ત્યાં સુધી “અખંડ હિન્દુસ્તાન'નું ધર્મચુસ્ત, રાષ્ટ્રપ્રેમી બલરાજ મધોકનું સ્વપ્ન, સત્ય બનીને કદી ધરતી ઉપર અવતરણ પામશે નહિ. ત્યાં સુધી ‘ઈન્ડિયા” જ ઊછરતું જશે, વિકસશે, તગડું બનશે, શ્રીમંત અને સમૃદ્ધ બનશે. બસ.... આ જ અખંડ હિન્દુસ્તાન નામના રાષ્ટ્રની કરપીણ હત્યાનો ભેદી છરો છે.
માનવજાતની બીજા નંબરની હિંસા કરતાં રાષ્ટ્રહિંસા નામની આ માનવજાત તો સમગ્ર વિશ્વના તમામ રાષ્ટ્રોની ગણાય. પરંતુ ભારતવર્ષ એ આર્ય દેશ હોવાથી, અહીં જન્મ લેતાં માનવો વિશેષ પુણ્યવાન છે. તેથી તેમને જિવાડતા, આબાદ રાખતા, ધર્મમય બનાવીને મુક્તિનું પરમપદ આપતા ભારતવર્ષની હિંસા ઘણી વધુ ભયંકર ગણાય. દેશ જો બરાબાદ થશે કે તેનું સ્વરૂપ વિકૃત બનશે તો પ્રજા અને તેના ધર્મો કે તેની સંસ્કૃતિ શી રીતે ટકશે?