________________
બાર પ્રકારની હિંસાઓ
૧૧૩
આ લોકો ભલે મહાદેવ કે મહાવીરને માનતા હોય, ભલે તેઓ બ્રાહ્મણ કે રજપૂત ગણાતા હોય પણ હકીકતમાં તે લોકો-સમગ્ર જીવનશૈલીથી ક્રિશ્ચિયન બની ચૂકેલા છે. તેમને ક્રિશ્ચિયન્સ વિધાઉટ ક્રાઈસ્ટ (ઈસુ ખ્રિસ્ત વિનાના ક્રિશ્ચયનો) કહેવા જોઈએ.
ફાધર ડીસોઝાએ એક જગાએ કહ્યું છે કે, “મેકોલે પદ્ધતિનું શિક્ષણ લઈને ડીગ્રી પામેલો કોઈ પણ માણસ ગમે તે ધર્મના અનુયાયી ગણાતો હોય પરંતુ હકીકતમાં તે ક્રિશ્ચિયન જ છે.'
મુસ્લિમો તલવારથી ભારતીય હિન્દુ-જાનો જીવનાશ કરે છે. ક્રિશ્ચિયનો ભારતીય હિન્દુ-પ્રજાનો જીવનનાશ કરે છે. પણ દેશી અંગ્રેજો તો જીવ અને જીવન-ઊભયનો નાશ કરે છે.
હિન્દુસ્તાનમાં હિન્દુ’ શબ્દ હોવાથી તેને દૂર કરીને ઈન્ડિયા નામ આપનારા હિન્દુઓ નથી તો બીજું કોણ છે?
હિન્દુ કોડ બિલ પસાર કરાવીને મુસ્લિમોને ચાર સ્ત્રીઓ સાથે શાદી કરીને અઢળક સંતાનો પેદા કરવાની રજા આપવા સાથે, હિન્દુઓને અસમાનતાની બક્ષિસ કરનારા હિન્દુઓ નથી તો બીજા કોણ છે?
શાહબાનુ કેસ દ્વારા મુસ્લિમ-મુલ્લાઓની તરફેણ કરનારા હિન્દુઓ નથી તો કોણ છે?
ગોવંશવધ પ્રતિબંધ તા. ૧૭ સપ્ટે. ‘૯૦ના દિવસે પસાર કરવામાં અનુપસ્થિત રહેલા સાંસદોમાં મોટી સંખ્યામાં હિન્દુઓ જ હતા ને?
સંતતિનિયમન હિન્દુઓ ઉપર જોરજુલમથી કોણ ઠોકી બેસાડી રહ્યું છે?
અનામત-આંદોલન કરાવીને, હિન્દુઓમાં આંતરવિગ્રહ જ્વાળાઓ પ્રગટાવનારા હિન્દુઓ જ નથી? પોતાના દેશને ધર્મનિરપેક્ષ (ધર્મહીન) જાહેર કરનારા માત્ર હિન્દુઓ જ નીકળ્યા છે ને! મુસ્લિમો તો પોતાના પાકિસ્તાન, બંગલા વગેરે દેશોને કટ્ટર ઈસ્લામી બનાવી રહ્યા છે. ઈન્ડિયાને અડીને રહેલા બર્માનો રાષ્ટ્રધર્મ (બૌદ્ધ), નેપાળનો રાષ્ટ્રધર્મ (હિન્દુ), પાકિસ્તાન બંગલાનો રાષ્ટ્રધર્મ (ઈસ્લામ) છે, જ્યારે ઈન્ડિયાને કેમ કોઈ રાષ્ટ્રધર્મ નહિ? (કેમકે તે ઈન્ડિયા છે, તે હિન્દુસ્તાન થોડું છે?)
ધર્મહીન પ્રજા નિર્માલ્ય બનીને નાશ પામે! આ વાતની સત્યતા સમજવી હોય તો ધર્મચુસ્ત ઈઝરાઈલી પ્રજાની જબરદસ્ત બળવત્તાનો અભ્યાસ કરવો પડશે.