________________
૧૧ ૨
બાર પ્રકારની હિંસાઓ
તે સાંભળીને તેમણે બાજુમાં બેઠેલા રવિશંકર મહારાજને કહ્યું હતું કે, “સીતા મૈયાને અંગ્રેજી ફ્રોક પહેરાવ્યું છે. આમાં સીતા કયાંય દેખાતી નથી!”
અંગ્રેજો એ કરેલા સુધારાઓને ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તકમાં કુધારા કહ્યા છે. એકેકો સુધારો કાળા ઝેરી નાગનો રાફડો કહ્યો છે. આવા સુધારાઓથી આ દેશની પ્રજા પાયમાલ થઈ જશે તેમ કહ્યું છે. વળી તેમણે તે પુસ્તકમાં એ વાત કરી છે કે, “બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે મેં સ્વરાજની ચળવળ ઉપાડી નથી. મારે તો પ્રાચીન પરંપરાગત ગ્રામ-સ્વરાજ જોઈએ. બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિના સ્વરાજથી તો દેશ બરબાદ થઈને જ રહેશે.'
ઈ.સ. ૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા છતાં બચુકડા હિન્દુસ્તાનના બે ટુકડા થયા. જેના ટુકડા કદી નહિ થવાનું જવાહરલાલ (બહુ મોટા દેશી અંગ્રેજ) કહેતા, એટલું જ નહિ પણ એમેય કહેતા કે દેશના ટુકડા કરતા પહેલાં મારા દેહના હું ટુકડા કરીશ.” એ નહેરુએ જ લેડી માઉન્ટબેટન એડવીનાના મોહપાશમાં ફસાઈને, તેના અતિ દબાણથી ભારતના બે ટુકડા કર્યા.
સંયુક્તાથી શરૂ થયેલી હિન્દુસ્તાનની બરબાદી એડવીનાએ પૂરી કરી નાખી!
ઈ.સ. ૧૯૫૨માં પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડાયું. ત્યારપછી લોકશાહી, બિનસાંપ્રદાયિક, ખંડિત ભારતની - ઈન્ડિયાની – ઉત્તરો ત્તર કેટલી બધી છિન્નવિચ્છિન્નતા થઈ છે તે સહુ જાણે છે ! પાકિસ્તાનનું એક બંગલા-બન્યું. ઈન્ડિયાના તો કાશ્મીર, પંજાબ, આસામ.. અરે! જેટલાં રાજ્યો છે તેટલા ટુકડા થઈને રહેશે તેમ લાગે છે.
બેશક, આ બધી બાબત પાછળ ભાવનાભંજક ઈસાઈઓ છે અને મૂર્તિભંજક મુસ્લિમો છે, પરંતુ ઈસાઈઓની ચાલે ચાલીને મુસ્લિમોને ખુશ કરવાની નીતિ મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારીને દેશનું સંચાલન કરતા જવાહરલાલ વગેરે હિન્દુઓ જ સૌથી વધુ ખરાબ નથી શું!
વિદેશીઓ પોતાની બુદ્ધિને ભ્રષ્ટ કરે એ દેશી અંગ્રેજો કેવા? વળી મુસ્લિમોને ખુશ રાખીને તેમના “વોટ’ મેળવીને ખુરશીની સત્તા કબજે રાખવાની તેમની સત્તાલાલસા પણ કેટલી ભયાનક! આમાં હિન્દુ-પ્રજાનું તો નિકંદન જ નીકળી જાય
આ કારણે મને તો ઈસાઈઓ અને ઈસ્લામીઓ કરતાં ય વધુ મૂર્ખ અને ભયંકર દેશી અંગ્રેજો જણાય છે; જેમણે આ દેશની હિન્દુ પ્રજાને ઘણી રીતે બરબાદ કરી છે.