________________
બાર પ્રકારની હિંસાઓ
૧૧૧
ગોબ્રાહ્મણપ્રતિપાલ રાજાઓની સત્તા નષ્ટપ્રાયઃ થવા લાગી હતી. “પશુની રક્ષાથી જ પ્રજારક્ષા થાય.” આ સિદ્ધાંત ઉપર જ ભારતીય પ્રજાનો શ્વાસ જોરમાં ચાલતો રહેતો હતો એ જાણીને અંગ્રેજોએ એની જીવાદોરી ઉપર જોરદાર કાતર ચલાવી દીધી! બસ. પછી તો ઉત્તરોત્તર પ્રાણીઓની કતલ વધતી રહી.
હવે લાખો ભારતીયો દેશી-અંગ્રેજ બની ગયા હતા. એટલે ભારતમાં રહીને કટ્ટર હિન્દુઓનો માર ખાવા કરતાં કે ગોળી ખાવા કરતાં પોતાના દેશ-બ્રિટનમાં જ કાયમી રહીને દેશી-અંગ્રેજોરૂપી કઠપૂતળીઓ દ્વારા ભારત ઉપર શાસન કરવાનું આ ભેદી ભૂહનીતિના જબ્બર આયોજકોએ નક્કી કર્યું. ઈ.સ. ૧૮૮૫માં બહુમત ઉપર આધારિત ચૂંટણી-પ્રથાનું ઝેર તેમણે દાખલ કર્યું. દેશની (!) રક્ષા કરવા સેવા કરવા માટે તેઓ ચૂંટણી લડ્યા ખુરસીઓ સર કરી અને જે કામ વિદેશી અંગ્રેજો પણ ન કરી શકે તે કામ દેશી-અંગ્રેજો કરવા લાગ્યા. પોતાની જ પ્રજા ઉપર જોરજુલમ કરવા લાગ્યા. ધર્મ અને સંસ્કૃતિનો ધ્વંસ કરે તેવા કાયદાઓ કરતા રહ્યા.
સૂત્રધાર જે બતાવે, સમજાવે, કરવાનું કહે તે માનસન્માનની લંપટ, ખુરશીભૂખી, સ્વાર્થી અને વિશ્વાસઘાતી આ કઠપૂતળીઓ કામ કરવા લાગી. અત્યાર સુધી વિદેશીનો પ્રજા ઉપર ત્રાસ જણાતો હતો; હવે સ્વદેશીઓનો ત્રાસ થવા લાગ્યો.
આથી જ નિરાશ થયેલા ગાંધીજીને ગામડાંની પ્રજાએ જ્યારે સવાલ કર્યો કે, “બાપુ! સ્વરાજ કયારે આવશે! વિદેશીઓ કયારે જશે!” ત્યારે બાપુએ કહ્યું હતું કે હવે સ્વરાજનો કોઈ અર્થ સરે તેમ નથી. બહારના વાઘને આપણે હમણાં કાઢી મૂકીએ પણ તેણે એટલા બધા ઘરના વાઘોને તૈયાર કરી નાખ્યા છે કે તે જશે તોય ઘરના વાઘો આપણને ફાડી નાખવાના છે !'
ઈ.સ. ૧૮૮૫માં ઘુમ નામના અંગ્રેજ પાદરીએ કોંગ્રેસ” નામની સંસ્થા ઊભી કરી. તેને રાષ્ટ્રવાદી સંસ્થા જાહેર કરવાના છલમાં તિલક, ગાંધીજી સુધ્ધાં ફસાયા, તેમણે કોંગ્રેસ દ્વારા આઝાદીની ચળવળ ઉપાડી.
ઈ.સ. ૧૯૩૪માં રેગ્યુલેટીંગ એક્ટ અંગ્રેજો લાવ્યા. ભારતમાં રાજ શી રીતે વ્યવસ્થિતપણે કરવું? તેનો આ મુસદ્દો હતો. પરદેશી ઢબના આ મુસદ્દાને જ અંગ્રેજો એ લગભગ આખો ને આખો પ્રજાસત્તાક ભારતના બંધારણમાં (ઈ.સ.૧૯૫૨) ઘાલી દઈને વિરાટકાય હેલ માછલીના દેહમાં ઝેર પાએલું ખંજર ખોસી દીધું!
આ બંધારણનો કાચો તૈયાર થયેલો ખરડો જ્યારે ગાંધીજી પાસે આવ્યો ત્યારે