________________
બાર પ્રકારની હિંસાઓ
૧૧૫
સંસ્કૃતિહિંસા
(૫)
જે વાનરને નર બનાવે તે સંસ્કૃતિ. જે નરને નારાયણ બનાવે તે ધર્મ. જેનાથી જીવનમાં શાન્તિ, ચિત્તમાં પ્રસન્નતા, શરીરે આરોગ્ય અને કુટુંબે સંપ સધાય તે સંસ્કૃતિ. જેનાથી મોટી આત્મશુદ્ધિ સધાય તે ધર્મસંસ્કૃતિ માણસનું લોક્કિ સૌન્દર્ય છે. ધર્મ તેનું લોકોત્તર સૌન્દર્ય છે.
આ અવસર્પિણી નામના કાળમાં-આજથી અસંખ્ય વર્ષો પૂર્વે પહેલાં તીર્થકર શ્રી ઋષભદેવ થયા. વેદોમાં ચોવીસ અવતારોમાં આઠમા અવતાર તરીકે એમનો ઉલ્લેખ છે. એમના વડવાઓનો તો સમય એવો અનુકૂળ હતો અને જીવો પણ એ સમયના એવા હતા કે જેઓ એવા અપરાધો ન કરતા. હા. એવો ઉત્કૃષ્ટ ધર્મ પણ ન હતો. આથી તેઓ નારકાદિ દુર્ગતિમાં ન જતા અને મુક્તિ પણ નહિ પામતા. માત્ર સ્વર્ગે જતા. પરંતુ જ્યારે પિતા નાભિકુલકરે પુત્ર ઋષભને આ દેશના પ્રથમ રાજા બનાવ્યા ત્યારે તેમને ઘણી બધી બાબતો પ્રજામાં મૂકવી પડી. એ સિવાય પ્રજા સુખ, શાન્તિ, આરોગ્ય અને આબાદીથી વંચિત રહી જાય તેમ હતું. આથી તેમણે મોક્ષના લક્ષપૂર્વકની, અહિંસા ઉપર આધારિત એવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થની સ્થાપના કરી. સહુએ લક્ષ મોક્ષનું રાખવું. તે માટેનું સાધન સંતોષ નામના બે ધર્મોથી યુક્ત બનીને અર્થસેવન કરવું, જેથી અર્થ એ અનર્થ ન બનતાં અર્થપુરુષાર્થ બને. નીતિ અને સંતોષ નામના ધર્મો દ્વારા એ અર્થ પુરુષાર્થ મોક્ષનું પરંપરયા સાધન બને. જો તેમ ન કરાય તો અર્થ એ અનર્થ બને. એ મોક્ષ પામવામાં અત્યન્ત બાધક બને. એ જ રીતે કામને સેવવો જ પડે તો પરસ્ત્રી (પરપુરુષ) ગમન ત્યાગ અને સ્વદારા (સ્વપત્ની) સંતોષ નામના બે ધર્મોથી તેને નિયંત્રિત કરીને તે કામને, કામપુરુષાર્થ પણ પરંપરયા મોક્ષનું સાધન બને. અન્યથા તે કામ મરીને વ્યભિચાર અથવા અનાચાર બનીને મોક્ષ પામવામાં અત્યન્ત બાધક બને.
વળી ધર્મ પણ જ્યણા અને શાસ્ત્રોક્તવિધિથી યુક્ત જ હોવો જોઈએ. તો જ, તે ધર્મ. એ ધર્મ પુરુષાર્થ બને અને સીધો મોક્ષનું સાધન બને. જયણા અને વિધિથી