________________
૧૦૮
બાર પ્રકારની હિંસાઓ
સ્પર્ધા જણાતી હોવાના કારણે હાલ તો “હિન્દુ શબ્દથી યુક્ત “હિન્દુસ્તાન' શબ્દ જ આ દેશના હિતમાં વિશેષ જણાય છે; ભારત પણ નહિ.
અમારા જેવા શાસ્ત્રચુસ્ત સદાચારી સંતો અને સજ્જનો ‘હિન્દુસ્તાન'ના પક્ષે છે. દેશી અંગ્રેજા (શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતો) ઈન્ડિયા’ના પક્ષે છે. હિન્દુસ્તાન (કે ભારત) અને ઈન્ડિયા વચ્ચે લડાઈ ચાલી રહી છે. જો હિન્દુસ્તાન તરફી સૈન્ય ખૂબ બળવાન અને ખૂબ બૂહબાજ નહિ બને તો આ ઈન્ડિયા પણ પાકિસ્તાન કે ખ્રિસ્તીસ્તાન બનીને રહેશે.
આ આફતમાંથી ઊગરવાના રસ્તા ઉપર સહુ પ્રથમ કામ એક જ કરવાનું છે; તેને પુનઃ ‘હિન્દુસ્તાન' શબ્દ તરીકે જાહેર કરો. તેના રાજ્યને હિન્દુ રાજ્ય જાહેર કરો. આ એવી એક દવા છે જે સેંકડો સમસ્યાના રોગોને ખતમ કરશે. પણ જો આ વાત મુસ્લિમોને ખુશ રાખવાની હલકટ નીતિના કારણે મંજૂર ન થાય તો આ ઈન્ડિયા” ઈન્ડિયા” પણ મટી જશે.
આ પ્રકરણમાં હું જે રાષ્ટ્રની હિંસાની વાત કરવા માંગું છું તેમાં “અખંડ હિન્દુસ્તાન' નામનું રાષ્ટ્ર અને અભિપ્રેત છે. આ જ “ઈન્ડિયા'માં રૂપાંતર પામેલું છે. એને ફરી “અખંડ હિન્દુસ્તાન' બનાવવું જોઈએ.
આજનું જે “ઈન્ડિયા' છે તે તો ઉત્તરોત્તર અદ્યતન બનતું જશે. એક હિન્દુ પ્રજાજન પોતે અત્યંત ગરીબીથી પીડાતો હોય ત્યારે તેને કોઈ વટાળ પ્રવૃત્તિવાદી ઈસાઈ, ઈસાઈ બનાવે અને એક કરોડ રૂપિયા ભેટ કરે તો તે કેવો શ્રીમંત બની જાય! હા. એ ધર્મથી નષ્ટ થયો; પણ સ્વયં તો ઈસાઈ તરીકે વધુ સારી રીતે જીવતો રહ્યો આવું જ ઈન્ડિયા'નું બન્યું છે. અખંડ હિન્દુસ્તાનને બધી રીતે બરબાદ કરાયું અને હવે તેને ઈન્ડિયા બનાવીને અદ્યતન-અલ્હા મોડર્ન અમેરિકા- બનાવવાની યોજના ચાલુ છે. આમ ‘ઈન્ડિયા' નામનું રાષ્ટ્ર તો સતત આબાદ બનતું જાય છે. પૂર્વે જોવા મળ્યાં ન હોય તેવાં અનેક સુવિધા ભરપૂર ગાંધીનગરો, ચંદીગઢો, ન્યુ દિલ્હીઓ અને હરીયાણાઓથી ઈન્ડિયા સુશોભિત બન્યું છે. હજારો કીલોમીટરના આસ્ફાલ્ટ રોડ બની ગયા છે. અદ્યતન કક્ષાની ઈમારતો, સંસ્થાઓથી તે ધમધમી ઊઠયું છે.
ઈન્ડિયા એટલે આવું ધરતીસ્વરૂપ રાષ્ટ્ર. તે સતત આબાદ થતું જાય છે. કેમકે અહીં જ ઈસાઈઓનાં ટોળેટોળાં કાયમી વસવાટ કરવા આવવા માંગે છે. એમનો સંતતિ વધારો અહી ઠાલવવા માંગે છે આથી જ ગાંધીનગરો વગેરે મહાનગરોની ડીઝાઈનોમાં વિદેશી સ્થપતિઓ ખૂબ રસ લેતા જોવા મળે છે.