________________
બાર પ્રકારની હિંસાઓ
૧૦૭
રાષ્ટ્રહિંસા
(૪) રાષ્ટ્ર એટલે અખંડ હિન્દુસ્તાન : ભારતવર્ષ. જેમાં પાકિસ્તાન, બંગલા, શ્રીલંકા, બર્મા, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈન્ડોનેશીયા વગેરે અનેક વર્તમાનકાલીન સાર્વભૌમ રાષ્ટ્રો સમાઈ જતા હતા.
જેની ઉપર રાજા ઋષભે સહુ પ્રથમ રાજ્ય કર્યું હતું. જેમાં રામ અને કૃષ્ણ જેવા રાજાઓ થયા હતા. જેમાં સમ્રાટ સમુદ્રગુપ્ત, સમ્રાટ અશોક, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, સમ્રાટ ચન્દ્રગુપ્ત, મહારાજા ખારવેલ, મહાપ્રતાપી સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાધિરાજો હતા. જ્યાં પ્રતાપ અને શિવાજી થયા હતા. જ્યાં હજી તાજેતરમાં જ ગોંડલ, ભાવનગર, ધ્રાંગધ્રા, કચ્છ વગેરેના અત્યંત લોકપ્રિય, પરદુ:ખભંજન રાજાઓ થયા છે.
એ અખંડ હિન્દુસ્તાનની સતત કતલ કરાતી રહી છે. તેનાં અંગોનો સતત વિચ્છેદ થતો રહ્યો છે. અરે! હવે તો તેનું તે નામ પણ - તેમાં “હિન્દુ’ શબ્દ હોવાથી દેશી અંગ્રેજોએ દૂર કરી દીધું છે તે હવે નાનકડું –ખૂબ નાનકડું ઈન્ડિયા બન્યું
હિન્દુસ્તાન રાષ્ટ્રની અને તેના હિન્દુ રાજ્યની હિંસા કરાઈ છે. છેલ્લે ભગતસિંહો, ચન્દ્રશેખરો, તાત્યાઓ, લક્ષ્મીબાઈઓ, સુભાષો, સાવરકરો વગેરેએ તેની રક્ષા કાજે લોહી રેડ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા છે. તેઓની શહાદત ભુલાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે તો તેનું ખરું નામ તો “ઈન્ડિયા' ગણાય છે. હા, ભારત તેનું બીજું નામ છે; જે મંજૂર છે. કેમ કે રાજા ઋષભના ચક્રવર્તી પુત્ર સમ્રાટ ભરતના નામથી તે નામ પડ્યું છે. પરંતુ તે તો અતિ વિરાટ ભારત હતું. એના સીમાડાઓ ક્યાંય દૂર પહોંચેલા હતા. આ “ઈન્ડિયા' તો તેની પાસે નાનકડું સાણંદ કે વીરમગામ જેવડું કહેવાય.
પણ સબૂર! હાલની મુસ્લિમોને ખુશ રાખવાની હિન્દુઓ (દશી અંગ્રેજો)માં