________________
૧૦૬
બાર પ્રકારની હિંસાઓ
ઊંધી પડી જશે. તેમનું કર્યું-કારવ્યું ધૂળ થશે. તેમનો માનવજાતને ફાંસી દેવાનો ગાળીયો તૂટી પડશે.
પછી તો દરેક દેશ દૂધ-અનાજ વગેરેમાં પુનઃ સ્વાવલંબી બનશે. તેની પ્રજા તાકાતવાન બનશે. ખુમારીવંતી હશે.
હા... તે વખતે નદીઓના સમુદ્ર સુધીના તમામ પટો ઊંડા ખોદાવવાથી ભવ્ય હિન્દુસ્તાન'નો પાયો નંખાશે. નદીઓ બારે માસ સાગર સુધી વહેતી રહેશે; (જલરક્ષા) એટલે તેના બેય પટો ઉપર દસથી વીસ ફૂટ ઊંચા ચરી આણો ઊભરાઈ જશે. એમ થતાં પશુધન ખૂબ સમૃદ્ધ અને વિરાટસંખ્યક (અબજોની સંખ્યામાં) તૈયાર થશે. (પશુરક્ષા) પર્યાવરણની રક્ષા મળશે અને પશુ-પંખીના છાણોના બીજોમાંથી વૃક્ષોના વનો ઊગવા લાગશે. અડાબીડ જંગલો ઊભાં થશે જે ભારતનો એક તૃતીયાંશ ભાગ તો અવશ્ય રોકી લેશે. (વનરક્ષા) આમ વનો પેદા થતાં પુષ્કળ વરસાદ આવે. પણ પછી વરસાદની જોરદાર થાપટોને વનોનાં વૃક્ષો પોતાની ઉપર ઝીલી લઈને ધરતી ઉપર પછડાવા નહિ દે એટલે ધરતી તૂટી જશે નહિ. (ભૂરક્ષા) એમ થતાં ધરતીના ટુકડાઓ નદીમાં વહી જઈને નદીનો પટ સાંકડો કરીને નદીઓણાં પૂર આવતાં હતાં તે પરિસ્થિતિ સ્વપ્નવત્ બની જશે અને તેમ થતાં જલરક્ષા એકદમ બરોબર થશે. બસ ફરી જલરક્ષા, તેથી પશુરક્ષા, તેથી વનરક્ષા, તથા ભૂરક્ષા. વળી પાછી જલરક્ષા વગેરે.... આમ જલરક્ષાથી ભૂરક્ષા સુધીની સાઈકલ એકધારી ચાલ્યા કરતાં પ્રાચીન હિન્દુસ્તાનનો પુનઃ પ્રાદુર્ભાવ થશે. ખેતીપ્રધાન અને સંસ્કૃતિપ્રધાન! કૃષિપ્રધાન અને ઋષિપ્રધાન એ જ પ્રાચીન હિન્દુસ્તાન : ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી અને ગુલામીથી એકદમ મુક્ત પ્રાચીન હિન્દુસ્તાન!
આમ થતાં માનવજાતનો સંહાર બંધ થશે. ગોરા-દેશી, વિદેશી વિલીન થશે. ભ્રષ્ટાચાર, માંસાહાર અને દુરાચારની જનેતા નાસ્તિકતાના મૂળમાં ઘા વાગશે.
પછી આખું વિશ્વ ફીનીક્સ પંખીની ઉપમા પામશે. તેની જેમ મહાસંહારોત્તર રાખમાંથી ભવ્ય પાંખો સાથે પેદા થઈને આબાદી, સમૃદ્ધિ અને સાચી શાંતિના ગગનમાં સદા મદમસ્ત બનીને ઊડતું રહેશે.