________________
બાર પ્રકારની હિંસાઓ
૧૦૩
રાસાયણિક પ્રક્રિયાઓ સાથે કામ કરનારા કામદારોનાં આરોગ્ય ૨૦ વર્ષમાં કથળી જાય છે. શ્રી જોસેફને કહેવામાં આવ્યું કે, જો આ પ્રકારે અમેરિકામાં રસાયણ અને ધાતુનાં કારખાનાં ચાલુ રહેશે તો દરેક ત્રણ અમેરિકનોમાંથી એકને જીવન દરમિયાન કેન્સરનો રોગ થશે.
સિન્થેટીક ચીજો, પેસ્ટીસાઈડ્ઝ અને રસાયણ વગેરેના જ ઉદ્યોગ થાય છે તે જોતાં વિજ્ઞાનીઓને લાગે છે કે ૧૯૯૦ સુધીમાં જે જે દેશ આ ચીજોનો ઉપયોગ વધારશે ત્યાં કેન્સરના રોગો વધશે. ઔદ્યોગિક સમાજમાં માત્ર કેન્સરનો જ રોગ વધશે તેવું નથી. અમેરિકાના પોલાદ ઉદ્યોગમાં કામ કરતા કામદારોમાંથી પાંચ લાખ કામદારો દર વર્ષે ઓક્યુપેશનલ ડિઝીઝ અર્થાત્ તેમનાં કામ સાથે સંકળાયેલા રોગોને કારણે અપંગ અને અશક્ત બની જાય છે. અમેરિકાની એનવીરોમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ કરેલા અભ્યાસ મુજબ માત્ર હવાના પ્રદૂષણને કારણે અમેરિકન કામદારો બીમાર પડીને દર વર્ષે રૂ. ૩૬૦ અબજની આવક ગુમાવે છે. અમેરિકન લંગ એસોસિયેશન નામની ફેફસાના રોગો અંગેનું સંશોધન કરતી સંસ્થાએ કહ્યું છે કે હવાના પ્રદૂષણને કારણે અમેરિકન સમાજનું ડૉક્ટરોનું બિલ વર્ષે રૂ. ૧૦૦ અબજનું આવે છે.
લાખો વર્ષ પહેલાંની આપણી શરીરની રચના છે તે બદલાઈ નથી. આપણા શરીરની બાયોલોજીકલ ડિઝાઈનલ અર્થાત્ જીવનરસાયણશાસ્ત્ર મુજબનું શરીરનું માળખું યંત્ર વગરની અને સાદી ખેતીવાડીમાંથી થતા પાક અને ખોરાક ઉપર રચાયું હતું. દરેક ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિ સાથે આપણા શરીર ઉપર વધુને વધુ બોજ આવ્યો છે. દરેક વર્ષે બગડેલા પ્રદૂષણને કારણે માનવીની શારીરિક શક્તિનો હ્રાસ થતો રહ્યો છે. અમેરિકનો ઔષધોની અવનવી શોધથી માનવીની આયુષ્ય મર્યાદા વધી છે તેમ કહે છે પણ ‘એન્ડ્રોપી’ના લેખક જેરેમી રીફકીન કહે છે કે ૧૯૫૦ પછી અમેરિકનોની આયુષ્યરેખા આગળ વધતી અટકી ગઈ છે. ૧૯૫૦માં અમેરિકનો પેટ્રોકેમિકલ યુગમાં પ્રવેશ્યા હતા અને તેથી ૧૯૫૦ની સાલ પછીથી પેટ્રોકેમિકલને લગતા અર્થતંત્રે અમેરિકનોના આરોગ્યનો સત્યાનાશ વાળ્યો છે.’’ વધુને વધુ જર્મન અને અમેરિકન કંપનીઓ ભારત અને બીજા દેશોમાં નિકાસલક્ષી રસાયણના પ્લાંટ અને પેટ્રોકેમિકલ્સના પ્લાંટ એટલા માટે નાખે છે કે એ ભસ્માસુરને અમેરિકનો અને જર્મન લોકો પોતાની છાતી ઉપરથી હટાવી નાખવા માગે છે. અમેરિકામાં હૃદયના રોગો અને કેન્સરથી મરણનું પ્રમાણ ૧૯૦૦ની સાલમાં ૧૨ ટકા હતું તે પછી આવા રોગોને કારણે ૧૯૪૦માં મરણ પ્રમાણ વધીને ૩૮ ટકા