________________
સ્નેહરાગ કે ગુણાનુરાગ ?
૦.
૦૦૦૦૦૦૦૦૦૦૦ - હસ્તાક્ષર બરાબર, હસ્તક્ષેપનું શું ? )
આરાધના આપણી ચાહે તપશ્ચર્યાની ચાલતી હોય કે સ્વાધ્યાયની ચાલતી હોય, વૈયાવચ્ચની ચાલતી હોય કે જાપ અને ધ્યાનની ચાલતી હોય, એક બાબતનું આપણે સતત ધ્યાન રાખતા હ રહીએ કે એ આરાધના પર પ્રભુના હસ્તાક્ષર છે કે નહીં ? પ્રભુના ૪ - હસ્તાક્ષર એટલે? આ જ કે એ આરાધના પ્રભુની આજ્ઞા મુજબની છે જ છે ને?
૦૦૦૦૦૦૦
દોષને ગુણમાં ખતવતા રહેવાની મનની ચાલાકીના કે ચાલબાજીના શિકાર સંયમના જીવનમાં ન બની જવાય એની આપણે સતત તકેદારી રાખવાની છે. એની ઘણી બધી ચાલાકીમોમાંની એક ચાલાકી આ છે કે એ સ્નેહરાગને સતત ગુણાનુરાગમાં ખતવતું જ રહે છે.
આ તો સંયમજીવન છે. અહીં આપણને આરાધના સ્વાધ્યાયતપશ્ચર્યાદિમાં સહાયક બન્યા રહેતા સહવર્તીઓ પણ છે તો આપણી નિશ્રામાં ભવ્ય અનુષ્ઠાનો યોજતા શ્રાવકો પણ છે. એ તમામ પ્રત્યે હૃદયમાં એક જાતની કૂણાશ ઊભી થઈ જાય એ સંભાવના જરાય ઓછી નથી.
ખ્યાલ આપણે આટલો જ રાખવાનો છે કે એ કુણાશ સ્નેહરાગના ઘરની ન બની રહેતા ગુણાનુરાગના ઘરની જ બની રહે, કારણ ? ગુણાનુરાગ તો ગુણસ્થાનકની સ્પર્શના કરાવવામાં સોપાનનું કામ કરશે જ્યારે સ્નેહરાગ તો આપણે જ્યાં પણ હશું ત્યાંથી નીચે ઉતારી દેશે.
સાવધાન !
૦ આભોગથી કે અનાભોગથી જીવનમાં સમિતિ-ગુપ્તિક્ષેત્રે ૦ છે કે વિહાર-ગોચરી ક્ષેત્રે, આચાર ક્ષેત્રે કે સ્વાધ્યાયાદિ ક્ષેત્રે, જે પણ છે ૦ વિરાધનાઓ થઈ રહી હોય એ દરેક વિરાધનામાં ગુરુદેવશ્રી ૦ છે હસ્તક્ષેપ કરતા જ રહે એવી અચૂક ઇચ્છા રાખીએ. હસ્તક્ષેપ કરતા છે ૦ રહે એટલે ? આ જ કે સારણા, વારણા, ચોયણા કે પ્રતિચોયણા ૦ © કરતા રહીને પણ તેઓશ્રી વિરાધનાથી આપણને દૂર રાખવા ?
પ્રયત્નશીલ બનતા જ રહે. ૬. ટૂંકમાં, આરાધના પર પ્રભુના હસ્તાક્ષર અને વિરાધના પર 6 ગુરુનો હસ્તક્ષેપ. આપણું કામ થઈ જશે.
- ૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦