________________
કાર્યનો અર્થી કારણને પકડે
સામગ્રીનો અર્થ એવો સંસારી માણસ જો સંપત્તિને જ પકડે છે, તંદુરસ્તીનો અર્થ એવો રોગી માણસ જો દવાને જ પકડે છે, તૃપ્તિનો અર્થ એવો ક્ષુધાતુર માણસ જો ભોજનની શોધમાં જનીકળી પડે છે તો મુક્તિનો અર્થ એવો સાધક આત્મા માર્ગની શોધમાં જ નીકળી પડે છે.
તાત્પર્યાર્થ ? આ કે જે કાર્યનો અર્થી છે એ કારણને જ પકડે છે. કારણ જો હાથમાં આવી જાય છે તો કાર્ય નિષ્પન્ન થઈને જ રહે છે અને કારણ પ્રત્યે જો આંખમીંચામણાં કરવામાં આવે છે તો તીવ્રતમ તલપ છતાં કાર્ય સંપન્ન થતું જ નથી.
સાચા અર્થમાં આપણે જો મુમુક્ષુ છીએ તો એની આ એક જ કસોટી છે. આપણે માર્ગચાહક છીએ, માર્ગસ્થ છીએ, માર્ગચાલક છીએ. દુઃખની વાત તો એ છે કે સંસારક્ષેત્રે કાર્યકારણભાવને બરાબર સમજી લેતો માણસ, અધ્યાત્મક્ષેત્રે કાર્ય
કારણભાવના ગણિતને ગંભીરતાથી મન પર લેવા તૈયાર જ નથી.
આપણે તો સંયમી છીએ. મોક્ષમાર્ગને વળગી રહેવાની બાબતમાં આપણે ઊણાં તો નથી ઊતરી રહ્યા ને ?
calcolotocolateleteNote
આ જ ઉપાદાન કારણ ?
માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે તો પથ્થર એ પ્રતિમાનું ઉપાદાન કારણ છે. દૂધ એ દહીંનું ઉપાદાન કારણ છે તો માખણ એ ઘીનું ઉપાદાન કારણ છે.
પણ, ઉપાદાન કારણની એક વિશિષ્ટતા ખ્યાલમાં છે ? એ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્યરૂપ બની જતું હોય છે. એટલે ? માટી એની પૂર્વાવસ્થાએ ઘટરૂપ, પથ્થર પ્રતિમારૂપ, દૂધ દહીંરૂપ અને માખણ ધીરૂપ બની જતું હોય છે.
આ વાસ્તવિકતા એમ કહે છે કે આપણે જો સતત સિદ્ધ બનવા તરફ આગળ વધી રહ્યા હોઈએ તો જ માનવું કે આપણું આત્મદ્રવ્ય સાચા અર્થમાં ઉપાદાન કારણનું ગૌરવ પામી ચૂક્યું છે. આપણી વર્તમાન સાધના સાચે જ આપણા આત્માને ઉપાદાન કારણના ગૌરવની ભેટ ધરી રહી છે.
હા, માટી અને ઘડા વચ્ચે કુંભાર જરૂર છે. પથ્થર અને પ્રતિમા વચ્ચે શિલ્પી જરૂર છે. દૂધ અને દહીં વચ્ચે મેળવણ જરૂર છે. માખણ અને ઘી વચ્ચે વલોણું જરૂર છે. બસ, એ જ ન્યાયે આત્મા અને પરમાત્મા વચ્ચે સાધના જરૂર છે. એ વિના ઉપાદાન કારણનું પૂર્ણાવસ્થાએ પહોંચવું અસંભવિત જ છે.
jfjjuq to