________________
પરાજયનો વિચાર જ પરાજયનો યજમાન
એ સેનાધિપતિ પાસે યુદ્ધના મેદાનમાં સશક્ત સૈનિકોની આખી ફોજ હતી, દુશ્મનોનો ખાત્મો બોલાવી દે એવાં સંહારક શસ્ત્રો હતા અને છતાં એ સેનાધિપતિ યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે હારી ગયો. કારણ ? યુદ્ધના મેદાનમાં ઊતરતા પહેલાં જ પરાજિત મનોદશાનો એ શિકાર બની ગયો હતો. “હું નહીં જ જીતી શકું' એ નબળા વિચારે એના મનનો કબજો જમાવી દીધો હતો ! બસ, પરાજયનો આ વિચાર જ પરાજયનો યજમાન બની ગયો અને એના લમણે હાર ઝીંકી દીધી !
યાદ રાખજો, આ નબળા વિચારથી આપણે સતત બચતા રહેવાનું છે. અનાદિકાળથી જેઓને આપણે ખુદે જ તગડેબાજ બનાવ્યા છે એ આંતરશત્રુઓને ખતમ કરવા આપણે સંયમજીવન અંગીકાર કર્યું છે. સ્વાધ્યાય-ધ્યાન-તપશ્ચર્યાદિ અનેક તાકાતપ્રદ યોગો આપણને શસ્ત્રો તરીકે મળ્યા છે. વૈરાગ્ય આપણો સરસ છે. ગુરુદેવ આપણાં મસ્ત છે. માત્ર મનને આપણે હકારાત્મક અભિગમવાળું રાખવાનું છે. પરાજયનો ઓછાયો પણ આપણાં પર શેનો પડે ?
aooooooÛ✪✪✪✪✪✪OOD ઈર્ષ્યા : આધ્યાત્મિક શક્તિનો પ્રથમ નંબરનો દુશ્મન
હું જે જગાએ પહોંચવા માગું છું એ જગાએ મારા કરતા પહેલાં જો કોઈ પહોંચી જાય છે તો હું બેચેન થઈ જાઉં છું. હું જે બનવા માગું છું, મારા પહેલાં એ બની જવામાં જેને સફળતા મળી ગઈ છે એને જોઈને હું સતત ઉદ્વિગ્નતા અનુભવતો રહું છું. આ છે ઈર્ષ્યાનું કાર્ય.
અને કમાલનું દુઃખદ આશ્ચર્ય એ છે કે ઈર્ષ્યા આધ્યાત્મિક શક્તિની પ્રથમ નંબરની દુશ્મન છે. એ તમને સારું ‘કરવા’ બધું જ દે છે પરંતુ ‘સારા’ બની જવામાં તમને એ ક્યારેય સફળ બનવા દેતી નથી.
crocodddd
રોજ આત્મનિરીક્ષણ કરતા રહેજો. જેઓ સાધનામાં, સ્વાધ્યાયમાં, સદ્ગુણોમાં અને સમાધિમાં આપણા કરતા આગળ છે એ સહુનાં દર્શને આપણું અંતઃકરણ જો ‘હાશ’ નો અનુભવ કરતું હોય તો માનજો કે આપણી અધ્યાત્મ યાત્રા સાચે જ વિકાસના માર્ગે છે પરંતુ જો ‘હાય’ નો અનુભવ કરતું હોય તો માનજો કે આપણી સંસારયાત્રા, સંયમજીવન હાથમાં હોવા છતાં ય અકબંધ જ બની રહી છે ! પાછા ફરી જઈએ આપણે ઈર્ષ્યાના આ .
વિનાશકારી રસ્તેથી !
૦૦૦૦.