________________
માર્ગ સરળ - ચાલવાની રીત વાંકી !
જંગલનો માર્ગ વિકટ હોઈ શકે છે, પર્વત પરનો માર્ગ વિષમ હોઈ શકે છે, રણપ્રદેશનો માર્ગ વિચિત્ર હોઈ શકે છે; પરંતુ મોક્ષમાર્ગ નથી તો વિકટ, નથી તો વિષમ કે નથી તો વિચિત્ર. એ છે સુગમ, સરળ અને સામાન્ય. અને છતાં એ માર્ગ પર ચાલતા રહેવાની બાબતમાં આપણે હાંફી ગયા હોઈએ એવું કેમ અનુભવાય છે ?
એક જ કારણ છે. આપણી ચાલવાની રીત બરાબર નથી. રસ્તો ભલે ને વિશાળ છે અને સીધો છે. દારૂડિયાને મૂકી દો એ રસ્તા પર. ગોથાં ખાધા વિના અને પડ્યા વિના એ નહીં જ રહે.
મોહનો દારૂ ગટગટાવીએ આપણે આ માર્ગ પર ચાલી રહ્યા છીએ. ગુરુ નથી ગમતા, કારણ અહં આડો આવે છે. તપશ્ચર્યા નથી ગમતી કારણ સ્વાદલોલુપતા આડી આવે છે. વૈયાવચ્ચ નથી ગમતી કારણ સુખશીલતા આડી આવે છે. સંયમ નથી ગમતો કારણ સ્વચ્છંદતા આડી આવે છે.
માર્ગ સરળ પણ મન વક્ર. માર્ગ સીધો પણ ચાલવાની રીત વાંકી. આપણે ક્યારેય સુધરશે કે નહીં ?
૭૩
Colaollock clotovcog
એની તાકાત તમારી તાકાત બની જાય છે
મમ્મીના શરણે જતો બાબો કાંઈ મમ્મીના પગે ચાલતો નથી પરંતુ મમ્મીની સહાયથી પોતાના પગે ચાલવાની ક્ષમતા પેદા કરતો રહે છે. એમ કરવા જતાં શરૂઆતમાં એના પગ કદાચ લડખડે પણ છે, ક્યારેક એ પડી પણ જાય છે છતાં મમ્મી એને હિંમત આપતી રહે છે, હતાશ થવા દેતી નથી અને એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે જ્યારે બાબો પોતાના પગ પર જ ચાલતો થઈ જાય છે.
પ્રભુનાં શરણે જતો ભક્ત કે ગુરુના શરણે જતો શિષ્ય પણ બિલકુલ આ બાબાનું પ્રતિનિધિત્વ જ ધરાવતો હોય છે. પ્રભુની સત્ત્વશીલતાને આંખ સામે રાખીને ભક્ત ભક્તિમાર્ગના વિકટ રસ્તે પણ મર્દાનગીથી ચાલતો રહે છે તો ગુરુદેવ તરફથી મળતી રહેતી હિતશિક્ષાને અમલી બનાવતો રહીને શિષ્ય પણ સાધનામાર્ગે સડસડાટ ચાલતો રહે છે.
શરણનો આ જ અર્થ છે. જેના ચરણમાં ઝૂકો છો તમે, એની તાકાત તમારી તાકાત બની જાય એ છે શરણનું અંતિમ ફળ !
******* ભૂત(વળ