________________
અંતરમાં જઈએ
નોકર એવું મન આત્માને નચાવ્યા કરે એ છે બહિર્મુખતા અને માલિક એવો આત્મા મનને પોતાની આજ્ઞામાં ગોઠવતો રહે એ છે અંતર્મુખતા.
આમ જોવા જાઓ તો આખો ય સંસાર બહિર્મુખવૃત્તિના પાયા પર જ ઊભો છે. ત્યાં મન જ રાજા છે. મન જ માલિક છે. મનનું જ એકછત્રી સામ્રાજ્ય છે. મનનો જ અધિકાર ચાલે છે.
જો આપણા જીવન પર પણ મન જ અધિકાર જમાવીને બેઠું હોય, મનની આજ્ઞા સામે પ્રભુની આજ્ઞાને અને ગુરુદેવની આજ્ઞાને આપણે ય જો ગૌણ બનાવી દેતા હોઈએ, મનની સ્વચ્છંદવૃત્તિને આધીન બનીને આપણે ય જો સમર્પણભાવનું બલિદાન દેતા જ રહેતા હોઈએ તો પછી ‘અંતર્મુખવૃત્તિનું જ બીજું નામ સંયમજીવન છે' એ વ્યાખ્યાનું આપણે કરશું શું ?
યાદ રાખજો. અંતરમાં ગયા વિના અંતર્મુખવૃત્તિના સ્વામી આપણે નથી જ બની શકવાના અને આત્માને જ માલિક બનાવ્યા વિના આપણે અંતરમાં નથી જ જઈ શકવાના.
se
Cola ooltallotitalaollecto
આત્મા માટે જે યોગ્ય છે ત્યાં જ દોડો
ધનલંપટ ધન પાછળ દોડે છે કારણ કે ધન એને ગમે છે. વિષયલંપટ સ્ત્રી પાછળ દોડે છે કારણ કે સ્ત્રી એને ગમે છે. ડુક્કર વિષ્ટા પાછળ દોડે છે કારણ કે વિષ્ટા એને ગમે છે. કીડી સાકર પાછળ દોડે છે કારણ કે સાકર એને ગમે છે. ટૂંકમાં, ધનલંપટનું ધ્યેય ધન છે, વિષયલંપટનું ધ્યેય સ્ત્રી છે, ડુક્કરનું ધ્યેય વિષ્ણુ છે, કીડીનું ધ્યેય સાકર છે કારણ કે એ સહુને તે-તે ચીજો ગમે છે.
પણ આપણું ધ્યેય નિર્દોષ ગોચરી છે કારણ કે આત્મા માટે એ હિતકારક છે. આપણું ધ્યેય અપ્રમત્તતા છે કારણ કે આત્મા માટે એ કલ્યાણકારક છે. આપણું ધ્યેય સમર્પણભાવ છે કારણ કે આત્મા માટે એ સૌભાગ્યકારક છે. આપણું ધ્યેય દવિધ યતિધર્મ છે કારણ કે આત્મા માટે એ ઉપકારક છે.
ટૂંકમાં, જે મનને ગમે છે એને ધ્યેય બનાવીને જે પુરુષાર્થ કરે છે એ જો સંસારી છે તો આત્મા માટે જે યોગ્ય છે એને ધ્યેય બનાવીને જે સાધના કરે છે એ સંયમી છે. આપણો નંબર આવા સંયમીમાં ખરો જ ને ?
စွာ
၁၀၂၀၁၀ ရ
D
၀၀၂