________________
શિષ્ય મીઠો પણ ગુર ખાટા !
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વિચારવાનું કામ મનને, શ્રદ્ધાનું કામ હૃદયને છે
જોવાનું કામ જો આપણે આંખને જ સોંપીએ છીએ, આ સાંભળવાની જવાબદારી જો આપણે કાન પર જ નાખીએ છીએ, આ 4 ચાલવાનું કામ જો આપણે પગ પાસેથી જ લઈએ છીએ તો એક જ = બાબતમાં આપણે એકદમ સ્પષ્ટ થઈ જવા જેવું છે, એ બાબત છે, તે » શ્રદ્ધાનું કામ આપણે હૃદયને જ સોંપવાનું છે. કે જો આ બાબતમાં આપણે ગાફેલ રહ્યા અને શ્રદ્ધાની છે 6 જવાબદારી મનને સોંપી બેઠા તો નિશ્ચિત્ત સમજી રાખવું કે કોઈ જ ક પણ પળે આપણે શ્રદ્ધાભ્રષ્ટ થઈને જ રહેવાના છીએ. છે. કારણ ? જ કારણ આ જ કે મને શ્રદ્ધાની પણ એક નિશ્ચિત્ત રેખા ખેંચતું ૪ 0 રહે છે. જ્યારે શ્રદ્ધા તો અસીમ છે. પ્રભુની શક્તિ અંગે મન મર્યાદા ,
બાંધતું રહેશે જ્યારે શ્રદ્ધા તો એમ માને છે કે પ્રભુ અચિન્યશક્તિ ૭ » સંપન્ન છે. કરશું શું ? ૦ એક જ કામ કરીએ. વિચારવાનું, સમજવાનું કામ ભલે મનને ૦
સોંપીએ પણ શ્રદ્ધાનું કામ તો હૃદયને જ સોંપીએ. આપણે છે ૦ ફાવી જશું.
દૂધ મીઠું પણ એમાં પડતું મેળવણ ખાટું અને છતાં ય દૂધનું દહીંમાં રૂપાંતરણ ! કમાલ જ છે ને?
ગુરુદેવ ભલે ખાટા છે. ખાટા છે એટલે ? સ્વભાવ એમનો ઉઝ છે. શબ્દો એમના કર્કશ છે. વ્યવહાર એમનો વિચિત્ર છે પણ શિષ્ય જો વિનયી છે, નમ્ર છે, બહુમાનસભર અંતઃકરણ લઈને બેઠો
છે, સદ્ભાવસભર દિલનો સ્વામી છે, પાપભીરુ છે, ગુરુમાં ‘ભવોદધિતારકતા’ નાં દર્શન કરતી નિર્મળ દૃષ્ટિનો સ્વામી છે તો એ શિષ્યને આવા ખાટા ગુરુને પામીને ય પરમાત્મા બની જવામાં કોઈ જ તકલીફ પડતી નથી.
કરુણતા આપણાં જીવનની એ સર્જાઈ છે કે આપણે પોતે ખાટા છીએ. અને ગુરુદેવે મીઠા રહેવું જોઈએ એવી આશા લઈને બેઠા છીએ. અનંત ભવોએ પણ આપણું ઠેકાણું પડશે કે કેમ એમાં શંકા છે.
બદલીએ આપણી આ દુષ્ટ મનોવૃત્તિ. ખાટા રહેવું કે મીઠા રહેવું, એ ગુરુદેવ પર છોડી દઈએ પણ આપણે તો એવા બની જઈએ કે એ ગુરુદેવનો આપણા દિલમાં આપણે સમાવેશ કરીને જ રહીએ .
૦૦૦૦૦૦૦