________________
પરમાત્મદર્શન, ગુરમાં
૧૦૦૦
પાણીને જ્યારે ૧૦૦ડિગ્રી ઉષ્ણતામાને લઈ જવામાં આવે છે ત્યારે એ પાણી ‘પાણી’ ન રહેતાં વરાળ બની જાય છે.
એક લિટર દૂધમાં જ્યારે એક ચમચી જેટલું પણ મેળવણ નાખવામાં આવે છે ત્યારે એ દૂધ ‘દૂધ' ન રહેતા દહીં બની જાય છે.
પણ,
અધ્યાત્મ જગતમાં જામી જતો સાધક જ્યારે પોતાના ગુણવૈભવના કેન્દ્રમાં બિરાજેલા ગુરુદેવના અનંત ઉપકારોને આંખ સામે લાવે છે ત્યારે એને ગુરુદેવમાં ‘ગુરુદેવ'નાં દર્શન ન થતાં પરમાત્માનાં દર્શન થવા લાગે છે.
અલબત્ત, ૧૦૦ ડિગ્રીએ પાણી ‘વરાળ' બની જ જાય છે. મેળવણના સ્વીકાર દ્વારા દૂધ “દહીં’ બની જ જાય છે જ્યારે અહીં ગુરુદેવ “પરમાત્મા’ ભલે નથી બની જતા પણ શિષ્યના હૈયામાં પ્રગટેલો પ્રકૃષ્ટ બહુમાનભાવ ગુરુદેવમાં એને “પરમાત્મા’નાં દર્શન કરાવીને જ રહે છે. આ ‘પરમાત્મદર્શન' જ શિષ્યને પરમાત્મા બની જવામાં ભારે ઉપકારક બની રહે છે.
@ મન : ઉદાસ ? કે ઉદાસીન ?
પુરુષાર્થ બરાબર કર્યો પણ પરિણામ એવું આવ્યું કે જેની * કોઈ અપેક્ષા જ નહોતી. મન ઉદાસ બની ગયું. % સ્વાધ્યાયક્ષેત્રના પુરુષાર્થમાં સફળતા એવી મળી કે જેની છે
કોઈ કલ્પના જ નહોતી. પ્રવચન એવું જાણ્યું કે ચારે ય બાજુથી ૪ વાહ વાહ મળી ગઈ. માત્ર પંદર ઘરોના ગામમાં ગોચરી એવી છે મળી ગઈ કે જેની કોઈ ધારણા જ નહોતી, મન ઉદાસીનભાવમાં ૨ 6 રમવા લાગ્યું. ૦ ટૂંકમાં, નિષ્ફળતામાં મન જો ઉદાસ રહે છે તો એ નિશાની છે » અજ્ઞાનદશાની છે અને સફળતાની વણઝાર વચ્ચે ય મન જો ૦ ઉદાસીન રહે છે તો એ નિશાની શાનદશાની છે. છ જવાબ આપો. આપણો અનુભવ શું કહે છે ? મન છે ૦ ઉદાસીનતાનું શિકાર બન્યું રહે છે ? કે પછી ઉદાસીનભાવમાં ૦ © રમતું રહે છે? અપ્રભાવિત રહેવાની મનની ક્ષમતા સલામત છે? 9
કે પછી મન વારંવાર મામૂલી મામૂલી બાબતોમાં પ્રભાવિત થતું જ છું રહે છે ? યાદ રાખજો . મોક્ષમાર્ગ ઉદાસીન પરિણામ પર જ 9
ઊભો છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦