________________
,
J
[
୨୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧୨୧୧ બોલવું, ગુર પર નિર્ભર-સાંભળવું, શિષ્ય પર નિર્ભર
વાદળને વરસવા માટે આપણે મજબૂર નથી જ કરી શકતા. સૂર્યને પ્રકાશ આપવા આપણે મજબૂર નથી જ કરી શકતા, પુખને સુવાસ પ્રસરાવવા આપણે આગ્રહ નથી જ કરી શક્તા. બસ, એ જ ન્યાયે ગુરુદેવને બોલવા માટે આપણે મજબૂર નથી જ કરી શક્તા.
હા, વાદળ વરસતા હોય ત્યારે આપણે ભીંજાતા અટકી જરૂર શકીએ છીએ, સૂર્ય પ્રકાશતો હોય ત્યારે આપણે બારણું બંધ કરીને એના પ્રકાશથી બચી જરૂર શકીએ છીએ. પુષ્ય સુવાસ પ્રસરાવતું હોય ત્યારે આપણે નાક આડે રૂમાલ રાખીને સુવાસની
અનુભૂતિથી વંચિત રહી શકીએ છીએ, બસ, એ જ ન્યાયે ગુરુદેવ કે ભલે ને બોલતા હોય છે, એમનું બોલેલું ન સાંભળવા માટે, ન સમજવા માટે અને ન સ્વીકારવા માટે આપણે સ્વતંત્ર છીએ.
શું કહું ? આપણી પાસે રહેલ આ સ્વતંત્રતાના દુરુપયોગ જ આપણા સંયમજીવનને રસહીન અને કસહીન બનાવી દીધું છે. બોલવું કે ન બોલવું એ ગુરુદેવ પર નિર્ભર. સાંભળવું કે ન સાંભળવું એ શિષ્ય પર નિર્ભર ! આ વાસ્તવિકતાને આપણે ગંભીરતાથી સમજશું ખરા ?
Гоо со Л.ОЛЛubЛолоор ૨
પાત્ર પછી બનશે - પહેલાં અપાત્રતાનો સ્વીકાર કરી લઈએ
હું સાચા અર્થમાં શિષ્ય ક્યારે બની શકું? નમ્ર હોઉં ત્યારે ? ' જે વિનયી હોઉં ત્યારે ? સમર્પિત હોઉં ત્યારે ? આજ્ઞાંકિત હોઉં ત્યારે ? કે રે ગંભીર હોઉં ત્યારે ? ૪ આ તમામ પ્રશ્નોનો જવાબ છે, કદાચ ના. શિષ્ય બનવા ? ક માટે પાત્ર બનવાની એટલી જરૂર નથી જેટલી જરૂર અપાત્રતાના હું કે સ્વીકારની છે. ‘હું ઉદ્ધત છું, હું સ્વછંદી છું, હું વિષય-કષાયને ને આધીન છું, શુદ્રમતિ છું, લંપટ છું, લાલચું છું' હા, આ અપાત્રતાનો , રે હૃદયગત સ્વીકાર જ મને ગુરુચરણમાં ઝૂકી જવા તૈયાર કરી દેવા - સક્ષમ છે.
યાદ રાખજો. ડૉક્ટર પાસે તંદુરસ્ત જતો નથી, રોગી જ છે જાય છે અને તંદુરસ્ત બનીને પાછો આવે છે. પાત્ર આત્મા ગુરુ , # પાસે જતો નથી. અપાત્ર જ ગુરુ પાસે જાય છે અને એમના રે સાંનિધ્યમાં પાત્ર બનીને જ રહે છે.
શું કહું ? મનને ‘પાત્ર’ બની જવાનું આકર્ષણ જરૂર છે પણ શું છે અપાત્રતાના સ્વીકાર માટે એ એટલું ઉત્સાહિત નથી. કારણ? છે એમાં એનો અહં તૂટે છે. પણ એ તોડ્યા વિના આપણો ઉદ્ધાર - તે પણ નથી.
Ozas/\_/\_J_J_J_J_J_JusJdsl/cs\co