________________
નિર્ણાયક કોણ ? આચરણ કે અંતઃકરણ ?
ફોટો સારો. ઍક્સ-રે ખરાબ, શરીરનું ભાવિ શું ? આચરણ સારું, અંતઃકરણ સડેલું, આત્માનું ભાવિ શું ? અભિવ્યક્તિ સારી, અનુભૂતિ ખરાબ, મરણ વખતની સમાધિનું શું?
અંતરના ઓરડાની દીવાલ પર ક્યારેય ભૂંસી ન શકાય એવા અક્ષરે લખી રાખજો કે પરલોક માટે નિર્ણાયક આચરણ એટલું નથી બનવાનું, જેટલું અંતઃકરણ બનવાનું છે. સમાધિ માટે નિર્ણાયક પ્રવૃત્તિ એટલી નથી બનવાની, જેટલી રુચિ બનવાની છે. અનુબંધ માટે જવાબદારી આપણો બાહ્ય વ્યવહાર એટલો નથી બનવાનો, જેટલો આંતરિક પક્ષપાત બનવાનો છે.
નોકરી અત્તરની દુકાનમાં હોય અને એ પછી ય જો અત્તરની સુવાસ પ્રત્યે મન પક્ષપાતવાળું ન બને એ કદાચ આશ્ચર્ય કહેવાતું હશે પરંતુ જીવનભર માટે શુભ પ્રવૃત્તિઓ સેવતા રહ્યા પછી ય, શુભ આલંબનો અને શુભ નિમિત્તો વચ્ચે રહ્યા પછી ય મન જો શુભનું પક્ષપાતી ન બને, અંતઃકરણ શુભની રુચિવાળું ન બને તો એ તો કરુણતા જ કહેવાશે ! સાવધાન !
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦» દોષમુક્તિની વાત પછી કરશું > પહેલાં દોષ સ્વીકારી લઈએ
| ‘રસ્તો ભૂલ્યો છું’ એ કબૂલ કરી લેતા પથિક વચ્ચે જો આ અહંકારને લાવતો નથી. ‘હું દાખલ કરવામાં થાપ ખાઈ ગયો ? 9 છું’ એ સ્વીકારી લેવામાં વિદ્યાર્થીને અહંકાર જો આડે આવતો કે
નથી. ‘ખાવામાં મેં ગરબડ કરી નાખી છે' ડૉક્ટર પાસે દર્દી એ આ * કબૂલાત કરી લેતા જો જરાય હિચકિચાટ અનુભવતો નથી. ‘હું આ બૉલને સમજવામાં થાપ ખાઈ ગયો’ આ કબૂલાત કરી લેતા તે Pખેલાડીને જો કોઈ જ મુશ્કેલી પડતી નથી
ડ
તો પછી,
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રમાદ સેવન બાદ કે પાપસેવન બાદ એની કબૂલાત કરી લેતા હ આપણો અહંકાર આપણને સતત બાધા કેમ પહોંચાડ્યા કરે છે?
યાદ રાખજો, બહિર્યાત્રામાં પથિકની સાથે રહેતો દંભ જો કે આપથિકને અવળે રસ્તે ચડાવી દે છે તો આત્યંતર યાત્રામાં સાધકની આ
સાથે રહેતો દંભ સાધકને ઉન્માર્ગગામી બનાવીને દુર્ગતિમાં ધકેલી
કે દોષ મુક્તિનાં શમણાં આપણે પછી જોશું. પહેલાં દોષ ૪ જ સ્વીકારની સરળતા તો દાખવી જાણીએ ! આપણું કામ થઈ જશે. 6 ૪૦૦૦૦૦૦૦૦૦૦