________________
સાહસ અને સરળતા
મનમાં અને જીવનમાં ઘર કરી ગયેલા દોષોને આપણે સાચે જ જો દૂર કરવા માગીએ છીએ, સુધારવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. દોષોને સ્વીકારી લેવાનું સાહસ કેળવીએ અને દોષોને સ્વીકારી લેવાની સરળતા કેળવીએ.
સાહસ કેળવીએ એટલે ? ‘હું દોષિત છું, દોષોથી ભરેલો છું’ આ કબૂલાત પછી અન્ય ગમે તેટલી મુશ્કેલીઓ આવી શકતી હોય તો એનો કોઈ ભય મનમાં ન હોવો.
સરળતા કેળવીએ એટલે ? દોષનો કોઈ બચાવ નહીં. દોષ સેવન માટે કોઈ બહાનાંબાજી નહીં. આપણા દોષને પકડી પાડનાર પ્રત્યે કોઈ આક્ષેપ નહીં.
યાદ રાખજો, દોષ સ્વીકારવાના સાહસ વિના અને સરળતા વિના માત્ર આરાધનાઓ કર્યે જવાથી આત્મા દોષમુક્ત બની જાય એવી કોઈ જ સંભાવના નથી.
અહંને ગૌણ બનાવવો પડે તો બનાવીને પણ આપણે આ
ક્રાન્તિકારી પરાક્રમ કરીને જ રહીએ. સંયમી બન્યા પછી ય જો આ પરાક્રમ આપશે નહીં કરી શકીએ તો પછી ક્યારે કરશું ?
૩૭
Cola ooltalodota allalate cop
દોષ : ઢાંકવા લાયક કે પ્રગટ કરી દેવા લાયક ?
ડૉક્ટર પાસે ગયા બાદ રોગી પોતાના શરીરના રોગને જો ઢાંકતો જ રહે છે તો એની એ ચેષ્ટા રોગના હિતમાં જરૂર રહે છે પરંતુ રોગીને માટેતો એ જીવલેણ જ બની રહે છે.
હાથમાં જીવન છે સંયમનું. સાંનિધ્ય છે આપણી પાસે સદ્ગુરુદેવનું. મૂડી છે આપણી પાસે શાસ્ત્ર સ્વાધ્યાયની. વૈભવ છે આપણી પાસે તપશ્ચર્યાઓનો. આ તમામની ઉપસ્થિતિ પછી ય આપણે જો દોષોને ઢાંકતા રહેવાનું એક જ કામ કરી રહ્યા છીએ તો આપણે નિશ્ચિત સમજી રાખવાનું છે કે આપણી આ ચેષ્ટા દોષના હિતમાં જરૂર રહેવાની છે પણ આપણા આત્મા માટે તો એ દુર્ગતિદાયક જ બની રહેવાની છે.
ખૂબ ગંભીરતાથી આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. જો દોષોને ઢાંકતા રહેવામાં જ આપણે પ્રયત્નશીલ હશું તો અનંત ભવો પછી ય આપણે દોષમુક્ત બની શકવાના નથી અને જો દોષોને પ્રગટ કરી દેવાની બહાદુરી દાખવતા રહેવામાં આપણો નંબર હશે તો બે-ચાર ભવોમાં જ દોષો આપણી સાથેની અનંતકાળની પણ દોસ્તી તોડી નાખ્યા વિના રહેવાના નથી !
ကျာ
(અ) to