________________
જતાં હેતુ દુષ્ટ બને.
(i) સ્વ = વર્જ્યભાવવ્યાપ્યજલવાન્ હૃદ = દોષ. (ii) સ્વ = વન્યભાવાભાવ(વતિ)વ્યાપ્યધૂમવાન્ હૃદ
દોષ.
સ્વવિષયક જ્ઞાન = ઉપરોક્ત બે જ્ઞાન, તેનો વિષય પહેલામાં ધૂમ, બીજામાં જલ, તાદેશવિષયત્વ ધૂમમાં અને જલમાં જાય. તાદેશવિષયત્વ સંબંધથી દોષ હેતુભૂત ધૂમમાં અને જલમાં જતાં તે બે ય હેતુઓ સત્પ્રતિપક્ષ દોષવાળા દુષ્ટ બની ગયા.
=
=
વિરોધી પરામર્શ ઊભો થઈને પ્રથમ હેતુને દુષ્ટ કરે. પ્રથમ પરામર્શ દ્વિતીય હેતુને દુષ્ટ કરે. એટલે વત્ત્વભાવવ્યાપ્યજલવાન્ હૃદ દોષવાળો પ્રથમોપસ્થિત ધૂમ હેતુ બને, માટે સમૂહાલંબન જ્ઞાનમાં વચમાવવ્યાપ્યુનનવાન્ વો ઘૂમી એમ કહ્યું. (‘નતગ્ન' નહિ)
એ જ રીતે વલ્ડ્સભાવાભાવવ્યાપ્યધૂમવાન્ હૃદ દોષવાળો પ્રતિહેતુ જલ બને, માટે સમૂહાલંબન જ્ઞાનમાં વસ્યમાવામાવવ્યાપ્યધૂમવાન્ દ્ભવ: નનશ્ચે કહ્યું. (‘ધૂમÔ નહિ)
એ વાત બરોબર ખ્યાલમાં રાખવી.
मुक्तावली : अगृहीताप्रामाण्यकसाध्यव्याप्यवत्त्वोपस्थितिकालीनाऽगृही
ताप्रामाण्यकतदभावव्याप्यवत्त्वोपस्थितिविषयस्तथेत्यन्ये । अत्र च परस्पराभावव्याप्यवत्ताज्ञानात्परस्परानुमितिप्रतिबन्धः फलम् ।
મુક્તાવલી : હવે પ્રાચીનો સત્પ્રતિપક્ષનું જે લક્ષણ કરે છે તે જોઈએ. તેમનું કહેવું એ છે કે વહ્રિવ્યાપ્યધૂમવાન્ દ્ભવઃ એ જ્ઞાન જ્યારે થાય તે જ કાળમાં જો વદ્યમાવવ્યાપ્યુનનવાન્ દ્ભવઃ જ્ઞાન પણ થાય અને જો આ બે ય જ્ઞાનમાં અપ્રામાણ્યની બુદ્ધિ ન હોય, અર્થાત્ બેમાંનું એક પણ જ્ઞાન ‘અપ્રમાણ' છે એવો ખ્યાલ ન આવે તો તે બે ય જ્ઞાનોનો વિષય બનેલો હેતુ સત્પ્રતિપક્ષ-દોષદુષ્ટ કહેવાય. પણ જો એક પણ જ્ઞાનમાં ‘અપ્રામાણ્ય’નો નિશ્ચય થઈ જાય તો તે જ્ઞાન નિર્બળ થઈ જતાં પ્રમાત્મક બીજા જ્ઞાનથી ઝટ અનુમિતિ થઈ જાય અને તેથી તે વખતે સત્પ્રતિપક્ષ દોષ રહે નહિ.
કહેવાનો આશય એ છે કે સત્પ્રતિપક્ષ દોષવાળો હેતુ ત્યારે જ બને જ્યારે વિરોધી બે જ્ઞાન ઊભા થાય અને એકેયમાં અપ્રામાણ્યનો નિશ્ચય ન થાય.
આવો સત્પ્રતિપક્ષ દોષ પરસ્પરના પરામર્શથી અનુમિતિ થતી અટકાવી દે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૮૬)