________________
કિન્તુ સાધ્યવદન્યની વૃત્તિતાનું અવગાહી છે. હવે જો એમ કહીએ કે જે અનુમિતિવિરોધી જ્ઞાન હોય જ્ઞાનનો વિષય હેત્વાભાસ કહેવાય' તો વ્યભિચાર એ હેત્વાભાસ નહિ બને, કેમકે તે સાધ્યાભાવાવગાહી ન હોવાથી સાધ્યાવગાહી એવી અનુમિતિનું વિરોધી નથી. તદ્વત્તાબુદ્ધિમાં તદભાવવત્તાબુદ્ધિ વિરોધી કહેવાય. હવે અમે અનુમિતિનું કે તેના કરણરૂપ વ્યાપ્તિજ્ઞાનનું - ગમે તે એકનું વિરોધી જે જ્ઞાન હોય તેના વિષયને હેત્વાભાસ કહ્યો એટલે ભલે વ્યભિચાર-જ્ઞાન અનુમિતિનું વિરોધી નથી પરન્તુ સાધ્યવદન્યાવૃત્તિત્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનું તો વિરોધી છે જ, કેમકે વ્યભિચારજ્ઞાન એટલે સાધ્યવદન્યવૃત્તિત્વનું જ્ઞાન છે. આ જ્ઞાનનો વિષય વ્યભિચાર એ હવે હેત્વાભાસના લક્ષણથી યુક્ત બની ગયો. આમ વ્યભિચાર-જ્ઞાન એ અનુમિતિનું પરંપરયા વિરોધી બને છે, સાક્ષાત્ નહિ.
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે જો અનુમિતિ-વિરોધી જ્ઞાનના વિષયને જ હેત્વાભાસ કહેત તો વ્યભિચારમાં એ લક્ષણની અવ્યાપ્તિ થાત, જે હવે અનુમતિતત્ક૨ણાન્યતર-વિરોધીજ્ઞાનવિષયને હેત્વાભાસ કહેવાથી નહિ આવે.
मुक्तावली : यादृशसाध्यपक्षहेतौ यावन्तो दोषास्तावदन्यान्यत्वं तत्र हेत्वाभासत्वम् । पञ्चत्वकथनन्तु तत्सम्भवस्थलाभिप्रायेण ।
મુક્તાવલી : પ્રશ્ન : વદ્યમાવવાનું (નિવૃદ્ધિ ) પર્વતો વદ્ધિમાન્ ધૂમાવ્। આ આહાર્ય જ્ઞાન છે. આહાર્ય એટલે ઈચ્છાપૂર્વક ઊભું કરેલું. વસ્તુતઃ પર્વત હિમાન્ જાણવા છતાં તેને વન્ત્યભાવવાન્ કહેવાની ઈચ્છા થાય તે ‘આહાર્ય આરોપ' કહેવાય. અહીં આશ્રયાસિદ્ધિ નામનો હેત્વાભાસ છે. તેમાં હેત્વાભાસના લક્ષણની અવ્યાપ્તિ થાય છે.
પક્ષતાવ છેવામાવવાન્ પક્ષ: એ આશ્રયાસિદ્ધિ દોષ છે. અહીં વર્જ્યભાવવાન્ પર્વત એ પક્ષ છે. પક્ષતાવચ્છેદક પક્ષવિશેષણીભૂત વર્જ્યભાવ છે. આ વર્જ્યભાવરૂપ પક્ષતાવચ્છેદકાભાવવાન્ પર્વત પક્ષ છે માટે અહીં આશ્રયાસિદ્ધિ દોષ છે. હવે જ્યારે આવી આશ્રયાસિદ્ધિનું જ્ઞાન થઈ જાય ત્યારે જો વચમાવવાનું પર્વતો વહ્વિમાન્ એવી અનુમતિ ન થાય તો તે અનુમિતિનું વિરોધી તે આશ્રયાસિદ્ધિ-જ્ઞાન બને અને તેનો વિષય પક્ષતાવછેવામાવવાન્ પક્ષ: એ હેત્વાભાસ બને. પરન્તુ આવા ‘આહાર્ય આરોપ' અનુમિતિ જ કહેવાતા નથી તો પછી આશ્રયાસિદ્ધિનું જ્ઞાન કઈ અનુમિતિનું વિરોધી બનશે ?
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૭૯)