________________
વદન્યાવૃત્તિત્વ એ વ્યાપ્તિ છે અને સાધ્યવદન્યમાં વૃત્તિત્વ એ વ્યભિચાર હેત્વાભાસ છે. નવ્યો : અનુમિતિવિરોધિત્વમ્ એટલે અનુમિતિતનાન્યતરવિરોધિત્વમ્ કહીશું. હવે આ અવ્યાપ્તિ નહિ આવે.
मुक्तावली : दोषज्ञानं च यद्धेतुविषयकं तद्धेतुकानुमितौ प्रतिबन्धकं, तेनैकहेतौ व्यभिचारज्ञाने हेत्वन्तरेणानुमित्युत्पत्तेः, तदभावानवगाहित्वाच्च व्यभिचारज्ञानस्यानुमितिविरोधित्वाभावेऽपि न क्षतिरिति सङ्क्षेपः ।
મુક્તાવલી : પ્રાચીનો : હજી પણ વ્યભિચારમાં અવ્યાપ્તિ આવશે.
વદ્ધિમાન્ પ્રમેયાત્ સ્થળે પ્રમેયત્વમાં વ્યભિચાર હેત્વાભાસ છે, કેમકે પ્રમેયત્વમાં સાધ્યવદન્યજલછૂંદવૃત્તિત્વ છે. આ પ્રમેયત્વધર્મિક (પ્રમેયત્વ છે ધર્મી જેનો એવા) વ્યભિચારનું જ્ઞાન થાય પછી વૃદ્ઘિમાન્ ધૂમાત્ એવી ધૂમલિંગક અનુમિતિ રોકાતી નથી અને ધૂમધર્મિક જે વહિવ્યાપ્તિજ્ઞાન કે જે અનુમિતિ-ક૨ણ છે તે પણ રોકાતું નથી. આમ પ્રમેયત્વધર્મિકવ્યભિચારજ્ઞાન એ અનુમતિ કે તત્કરણ વ્યાપ્તિજ્ઞાન એકેયનું અહીં વિરોધી ન બન્યું એટલે તે જ્ઞાનનો વિષય વ્યભિચાર ‘સાધ્યવદન્યવૃત્તિત્વ’ એ હેત્વાભાસ ન બન્યો. આમ હેત્વાભાસના લક્ષણની વ્યભિચારમાં અવ્યાપ્તિ થઈ.
નવ્યો : અમે કહીશું કે દોષ-જ્ઞાન જે હેતુવિષયક હોય તે હેતુવાળી અનુમિતિ પ્રત્યે જ તે દોષ-જ્ઞાન પ્રતિબંધક બને. વૃદ્ધિમાન્ પ્રમેયાત્ સ્થળે વ્યભિચાર-જ્ઞાન એ પ્રમેયત્વèતુવિષયક છે માટે તે પ્રમેયત્વહેતુક અનુમિતિનો જ પ્રતિબંધ કરે. હવે પ્રમેયત્વધર્મિકવ્યભિચારવિષયક જ્ઞાન પ્રમેયત્વાનુમિતિકરણ એવા પ્રમેયત્વવ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક છે જ. માટે પ્રમેયત્વધર્મિકવ્યભિચાર-જ્ઞાનના વિષયભૂત વ્યભિચારમાં હેત્વાભાસનું લક્ષણ આવી જતાં અવ્યાપ્તિ ન રહી. હવે પ્રમેયત્વ હેતુમાં વ્યભિચાર-જ્ઞાન થાય તો ધૂમહેતુક વન્યનુમિતિ ઉત્પન્ન થવામાં કશો વાંધો નથી, કેમકે પ્રમેયત્વધર્મિકવ્યભિચાર-જ્ઞાન ધૂમહેતુકાનુમિતિનું પ્રતિબંધક જ નથી.
પ્રાચીનો ઃ તમે વ્યભિચાર-જ્ઞાનને અનુમિતિનું સાક્ષાત્ વિરોધી ન કહ્યું અને અનુમિતિનું પરંપરયા વિરોધી કહ્યું, અર્થાત્ અનુમિતિકરણ વ્યાપ્તિજ્ઞાનનું વિરોધી કહ્યું એમ શા માટે ?
નવ્યો : પક્ષમાં સાધ્યનું જ્ઞાન એ અનુમિતિ છે. એનું વિરોધી જ્ઞાન એટલે પક્ષમાં સાધ્યાભાવનું અવગાહી જ્ઞાન. વ્યભિચાર-જ્ઞાન આવું સાધ્યાભાવનું અવગાહી નથી
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૦૮)