________________
વિરહવિશિષ્ટ સિદ્ધચભાવાત્મક પક્ષતા = કારણ જ અહીં નથી માટે અનુમિતિ-કાર્ય પણ ન જ થાય. આમ હવે અન્વય-વ્યભિચાર દોષ નહિ આવે.
यादृशयादृशसिषाधयिषासत्त्वे सिद्धिसत्त्वे यल्लिङ्गकानुमितिः तादृशतादृशसिषाधयिषाविरहविशिष्टसिद्ध्यभावः तल्लिङ्गकानुमितौ पक्षता ।
मुक्तावली : 'वह्निव्याप्यधूमवान् पर्वतो वह्निमानि 'ति प्रत्यक्षसत्त्वे 'प्रत्यक्षातिरिक्तं ज्ञानं जायतामि तीच्छायां तु भवत्येव ।
મુક્તાવલી : (૨) આ જ કારણથી હવે જો કોઈને વહિવ્યાપ્યધૂમવાન્ પર્વતો વહ્વિમાન્ એવો સિદ્ધિ-પરામર્શ હોય અને પછી ‘પ્રત્યક્ષ તિરિક્ત્ત જ્ઞાન નાયતામ્' એવી સિષાધયિષા હોય તો ત્યાં અનુમિતિ-કાર્ય થઈ જાય છે, કેમકે અહીં ‘પ્રત્યક્ષાતિરિક્ત્ત જ્ઞાન નાયતામ્' એવી સિષાયિષા હોવાથી સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિ (પ્રતિબંધક) નથી પણ તાદશ સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધચભાવાત્મક પક્ષતા (કારણ) છે. માટે અહીં કારણ હાજર હોવાથી કાર્ય થઈ જશે.
मुक्तावली : एवं धूमपरामर्शसत्त्वे 'आलोकेन वह्निमनुमिनुयामि 'तीच्छायामपि नानुमितिः ।
મુક્તાવલી : (૩) વળી જ્યારે ‘વહ્રિવ્યાપ્યધૂમવાન્ પર્વતો વૃદ્ઘિમાન્' એવો ધૂમપરામર્શ અને સિદ્ધિ છે ત્યારે ધૂમલૈિંગક વન્ત્યનુમિતિ કરવી હોય તો તે વખતે ‘પર્વતે ધૂમેન વદ્ઘિમનુમિનુયામ્' એવી સિષાયિષા હોય તો જ તે અનુમિતિ થાય. માટે જો અહીં ‘આલોન વહ્રિમનુમિનુયામ્' એવી સિષાયિષા હોય તો અનુમિતિ ન જ થાય, કેમકે તે વખતે ‘ઘૂમેન વૃદ્ઘિમનુમિનુયામ્' એવી સિષાયિષા તો નથી જ, અર્થાત્ તેવી સિષાધયિષાવિરહવિશિષ્ટ સિન્ધ્યાત્મક પ્રતિબંધક જ હાજર છે.
मुक्तावली : सिषाधयिषाविरहकाले यादृशसिद्धिसत्त्वे नानुमितिस्तादृशी सिद्धिर्विशिष्यैव तत्तदनुमितौ प्रतिबन्धिका वक्तव्या, तेन 'पर्वतस्तेजस्वी' 'पाषाणमयो वह्निमानि 'ति ज्ञानसत्त्वेऽप्यनुमितेर्न विरोधः ।
મુક્તાવલી : હવે કઈ સિદ્ધિ અને કઈ અનુમિતિ વચ્ચે પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ છે ? અન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૬૫)