________________
भवति, तदनधिकरणं वृक्ष इति ।
મુક્તાવલી : હવે જો તમે પ્રથમ વિકલ્પ લો, અર્થાત્ એમ કહો કે ‘પ્રતિયોગીનું અનધિકરણ એટલે એકાદ પ્રતિયોગીનું અનધિકરણ એવું જે હેત્વધિકરણ એમ લઈશું' તો સિંયોની તદ્રુક્ષાત્ સ્થળે અવ્યાપ્તિ આવશે, કેમકે હેત્વધિકરણ વૃક્ષ એ કપિસંયોગાભાવનો પ્રતિયોગી જે ભૂતલનિષ્ઠ કપિસંયોગ, એનું અધિકરણ છે જ. યદ્યપિ વૃક્ષનિષ્ઠકપિસંયોગાત્મક પ્રતિયોગીનું વૃક્ષ અનધિકરણ નથી તથાપિ ભૂતલનિષ્ઠકપિસંયોગાત્મક પ્રતિયોગીનું તો વૃક્ષ અનધિકરણ છે જ. આમ ગમે તે એક પ્રતિયોગીનું અનધિકરણ એવું હેત્વધિકરણ જો લેવાય તો હેત્વધિકરણ વૃક્ષમાં કપિસંયોગાભાવ લઈ શકાય. તેનો પ્રતિયોગિતાવદક કપિસંયોગત્વ છે, તે જ સાધ્યતાવચ્છેદક છે માટે લક્ષણની અવ્યાપ્તિ આવે.
मुक्तावली : द्वितीये तु प्रतियोगिव्यधिकरणाभावाऽप्रसिद्धिः, सर्वस्यैवाभावस्य पूर्वक्षणवृत्तित्वविशिष्टस्वाभावात्मकप्रतियोगिसमानाधिकरणत्वात् ।
મુક્તાવલી : હવે જો બીજો વિકલ્પ લો અને એમ કહો કે ‘બધા પ્રતિયોગીનું અનધિકરણ એવું હેત્વધિકરણ જોઈએ’ તો ‘ઋષિસંયોગની તવૃક્ષાત્' સ્થળે અવ્યાપ્તિ નહિ આવે. હવે કપિસંયોગાભાવ (સાધ્યાભાવ) પકડી શકાશે નહિ, કેમકે કપિસંયોગાભાવના બધા પ્રતિયોગી કપિસંયોગોનું વૃક્ષ અનધિકરણ નથી જ, કેમકે વૃક્ષમાં પ્રતિયોગી એક કપિસંયોગ તો છે જ. આથી ઘટાભાવાદિ લેવાય. તેના પ્રતિયોગી બધા ઘટનું હેત્વધિકરણ વૃક્ષ અનધિકરણ છે જ. માટે સ્વપ્રતિયોગીઅનધિકરણહેત્વધિકરણ વૃક્ષમાં ઘટાભાવ લેવાય. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ, જ્યારે સાધ્યતાવચ્છેદક તો કપિસંયોગત્વ છે. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક બની જતાં લક્ષણનો સમન્વય થઈ ગયો.
પણ આ બીજો વિકલ્પ લેવા જતાં તો હવે ક્યાંય લક્ષણ નહિ જાય, અર્થાત્ અસંભવ દોષ આવશે.
જુઓ; વહ્વિમાન્ ધૂમાવ્ સ્થળે હેત્વધિકરણ પર્વત છે. તેમાં વૃત્તિ તેનો પ્રતિયોગી ઘટ છે તેમ ઘટાભાવાભાવ પણ છે. તે આ રીતે ઃ હેત્વધિકરણમાં પ્રથમ ક્ષણે
ઘટાભાવ છે
ઘટાભાવ છે તે પ્રથમ ક્ષણમાં વૃત્તિ ઘટાભાવ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૪૩)