________________
કહેવાય, માટે ઘટાભાવમાં પ્રથમક્ષણવૃત્તિત્વ રહ્યું, એટલે ઘટાભાવ પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ કહેવાય.
હવે આ પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવ દ્વિતીય ક્ષણમાં તો નથી જ, અર્થાત્ પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવનો દ્વિતીય ક્ષણમાં અભાવ છે. દ્વિતીય ક્ષણે પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવનો અભાવ છે અને તૃતીય ક્ષણે પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવાભાવનો અભાવ છે. આ તૃતીય ક્ષણમાં રહેલો પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ધટાભાવાભાવનો જે અભાવ છે એ ઘટાભાવસ્વરૂપ છે. ઘટાભાવના અભાવનો અભાવ = ઘટાભાવ જ થાય. આમ તૃતીય ક્ષણમાં જે પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવાભાવાભાવ છે તે પ્રથમક્ષણીય ઘટાભાવસ્વરૂપ બન્યો. હવે પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવાભાવાભાવનો પ્રતિયોગી દ્વિતીય ક્ષણમાં રહેલો ઘટાભાવાભાવ છે. એનો અર્થ એ થયો કે ઘટાભાવનો પ્રતિયોગી ઘટાભાવાભાવ છે. એટલે હવે ઘટાભાવના બે પ્રતિયોગી થયા : ઘટ અને દ્વિતીય ક્ષણમાં રહેલો પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવાભાવ. હવે તમે કહ્યું કે હેત્વધિકરણમાં જે અભાવ લેવાનો તેના બધા પ્રતિયોગીનું અનધિકરણ હેત્વધિકરણ બનવું જોઈએ. હવે વિજ્ઞમાન્ ધૂમાત્ સ્થળે હેત્વધિકરણ પર્વતમાં ઘટાભાવ લઈ શકાશે નહિ, કેમકે તેના બે પ્રતિયોગીમાંના ઘટાત્મક પ્રતિયોગીનું તો હેત્વધિકરણ પર્વત અનધિકરણ છે જ, પણ ઘટાભાવાભાવસ્વરૂપ બીજા પ્રતિયોગીનું તો પર્વત અધિકરણ બની જાય છે, કેમકે દ્વિતીય ક્ષણમાં તો આ પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ ઘટાભાવાભાવરૂપ પ્રતિયોગી પર્વતમાં છે જ. એટલે આ રીતે સર્વત્ર લક્ષણનો અસંભવ થઈ જશે.
♦♦
मुक्तावली : न च वह्निमान् धूमादित्यादौ घटाभावादेः पूर्वक्षणवृत्तित्वविशिष्टस्वाभावात्मकप्रतियोग्यधिकरणत्वं यद्यपि पर्वतादे:, तथापि साध्यतावच्छेदकसम्बन्धेन तत्प्रतियोग्यनधिकरणत्वमस्त्येवेति कथं प्रतियोगिव्यधिकरणाभावाऽप्रसिद्धिरिति वाच्यम्, घटाभावे यो वह्न्यभावः, तस्य घटाभावात्मकतया घटाभावस्य वह्निरपि प्रतियोगी, तदधिकरणं च पर्वतादिरित्येवं क्रमेण प्रतियोगिव्यधिकरणस्याऽप्रसिद्धत्वात् ।
મુક્તાવલી : ઉત્તર ઃ નહિ, આ દોષ આવી શકે તેમ નથી. તમે એક વાત ભૂલી ગયા છો તેથી જ આ દોષ આપવાનું સાહસ કર્યું છે. અમે પૂર્વે ‘જ્ઞાનવાનું સત્ત્તાત્ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૪૪)