________________
પણ પ્રતિયોગિવ્યધિકરણાભાવ એટલે પ્રતિયોગી-અધિકરણ-અવૃત્તિ અભાવ એવો અર્થ કરવાથી ‘દ્રવ્ય સંયોવત્ સત્ત્તાત્' સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ તો થઈ જ જાય છે. જ્યાં સત્તા હોય ત્યાં સંયોગ હોય જ એવું બનતું નથી, કેમકે સત્તા તો ગુણાદિમાં છે, ત્યાં સંયોગ નથી. (ગુણમાં ગુણ ન રહે) આથી ‘સત્તા' એ અસદ્વેતુ છે.
અહીં હેતુ = સત્તા, એનું અધિકરણ ગુણ-કર્મ, એમાં યદ્યપિ સંયોગાભાવ છે અને ઘટાભાવ પણ છે, પરંતુ સંયોગાભાવ તો લેવાય નહિ, કેમકે તે તો પ્રતિયોગીઅધિકરણ-અવૃત્તિ (પ્રતિયોગી-વ્યધિકરણ) નથી, કેમકે સંયોગાભાવનો પ્રતિયોગી સંયોગ, એનું અધિકરણ દ્રવ્ય, એમાં સંયોગાભાવ વૃત્તિ જ છે, એટલે હવે હેત્વધિકરણવૃત્તિ ઘટાભાવ જ લેવાય, કેમકે તે જ પ્રતિયોગી-અધિકરણ-અવૃત્તિ છે. માટે આ અભાવીયપ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ અને સાધ્યતાવચ્છેદક છે સંયોગત્વ. આમ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક સંયોગત્વ બની જવાથી લક્ષણની અતિવ્યાપ્તિ થઈ. (દ્રવ્યમાં સંયોગ અને સંયોગાભાવ બંને રહે છે.)
(અહીં એ વાતનો ખ્યાલ રાખવો કે જ્યાં અવ્યાપ્તિ દોષ આવે ત્યાં તે અવ્યાપ્તિ દૂર કરવા હેત્વધિકરણમાં સાધ્યાભાવ ન લેવો, અર્થાત્ જો હેત્વધિકરણમાં સાધ્યાભાવ ન મળે તો જ સાધ્ય અભાવનો અપ્રતિયોગી બને અને તો જ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ દૂર થાય.
જ્યાં અતિવ્યાપ્તિ દોષ આવતો હોય ત્યાં તેને દૂ૨ ક૨વા સાધ્યાભાવ જ પકડવો જોઈએ, જેથી સાધ્ય એ અભાવનો પ્રતિયોગી બની જતાં પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક થઈ જાય, અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક ન બને એટલે લક્ષણની અતિવ્યાપ્તિ ટળી જાય.)
ઉત્તર : પ્રતિયોગિવ્યધિક૨ણ અભાવના જે બે અર્થ કર્યા તેમાંનો પહેલો જ અર્થ લઈને અમે તેમાં થોડો ઉમેરો કરીશું. અમે કહીશું કે પ્રતિયોગિવ્યધિકરણ અભાવ એટલે હેત્વધિકરણમાં પ્રતિયોગી-અનધિકરણની વૃત્તિતાથી વિશિષ્ટ અભાવ.
‘દ્રવ્ય સંચોળવત્ સત્ત્વાત્' સ્થાને હવે અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે હેતુ = સત્તા, હેત્વધિકરણ = ગુણ-કર્મ, એમાં પ્રતિયોગી-અનધિકરણવૃત્તિત્વવિશિષ્ટ જે અભાવ તે સંયોગાભાવ, કેમકે સંયોગાભાવનો પ્રતિયોગી સંયોગ છે. એનું અનધિકરણ ગુણ છે. એટલે હેત્વધિકરણ ગુણ એ પ્રતિયોગી-અનધિકરણ બન્યું. હવે એમાં સંયોગાભાવ વૃત્તિ છે માટે સંયોગાભાવમાં પ્રતિયોગી-અનધિકરણની વૃત્તિતા છે, અર્થાત્ સંયોગાભાવ એ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૬)