________________
मुक्तावली : हेत्वधिकरणं हेतुतावच्छेदकविशिष्टाधिकरणं वाच्यम्, तेन द्रव्यं गुणकर्मान्यत्वविशिष्टसत्त्वादित्यादौ शुद्धसत्ताधिकरणगुणादिनिष्ठाभावप्रतियोगित्वेऽपि द्रव्यत्वस्य नाऽव्याप्तिः ।
* હેતુતાવચ્છેદકધર્મ-નિવેશ *
મુક્તાવલી : પ્રશ્ન : હજી પણ આ લક્ષણની ‘ઘટો દ્રવ્ય વિશિષ્ટમત્ત્વાત્' સ્થાને
અવ્યાપ્તિ આવે છે.
હેતુ = વિશિષ્ટ સત્તા, એનું અધિકરણ ગુણ-કર્મ, કેમકે વિશિષ્ટ સત્તા અને શુદ્ધ સત્તા એક જ છે, માટે જો ગુણ-કર્મ શુદ્ધ સત્તાનું અધિકરણ છે તો વિશિષ્ટ સત્તાનું પણ અધિકરણ છે જ. આ હેત્વધિકરણ ગુણ-કર્મમાં વૃત્તિ જે અભાવ તે દ્રવ્યત્વાભાવ. આ અભાવનો પ્રતિયોગી દ્રવ્યત્વ બન્યો, પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વત્વ બન્યો. હવે સાધ્ય દ્રવ્યત્વ છે માટે સાધ્યતાવચ્છેદક પણ દ્રવ્યત્વત્વ જ બન્યું. આમ પ્રતિયોગિતાવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બન્યું, અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક એવું સાધ્યતાવચ્છેદક ન બન્યું એટલે લક્ષણની અવ્યાપ્તિ થઈ.
ઉત્તર : આ દોષ દૂર કરવા અમે કહીશું કે હેતુનું અધિકરણ લેવાનું તે માત્ર હેતુનું અધિકરણ ન લેતાં હેતુતાવચ્છેદકધર્મવિશિષ્ટ હેતુનું અધિકરણ લેવાનું. અહીં વિશિષ્ટ સત્તા હેતુ છે. હેતુતાવચ્છેદકધર્મ વિશિષ્ટ સત્તાત્વ છે. હવે વિશિષ્ટસત્તાત્વવિશિષ્ટ વિશિષ્ટસત્તાનું અધિકરણ ગુણ-કર્મ નહિ જ બને, કેમકે શુદ્ધ સત્તા અને વિશિષ્ટ સત્તા એક હોવા છતાં વિશિષ્ટસત્તાત્વવિશિષ્ટ વિશિષ્ટ સત્તા અને શુદ્ધ સત્તા એક નથી જ. એટલે હવે વિશિષ્ટસત્તાત્વવિશિષ્ટ વિશિષ્ટસત્તાનું અધિકરણ તો દ્રવ્ય જ બને. એમાં દ્રવ્યત્વાભાવ તો ન જ મળે, પટાદિના અભાવ જ મળે, માટે એ અભાવના પ્રતિયોગી પટાદિ બને. પ્રતિયોગિતાવચ્છેદક પટત્વાદિ બને. જ્યારે સાધ્યતાવચ્છેદક તો દ્રવ્યત્વત્વ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક બની જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી. આમ લક્ષણનો આકાર હવે આવો થયો :
हेतुतावच्छेदकधर्मविशिष्टहेत्वधिकरणवृत्त्यभावीयप्रतियोगिताऽनवच्छेदकं यत् साध्यतावच्छेदकं तदवच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः ।
मुक्तावली : एवं हेतुतावच्छेदकसम्बन्धेन हेत्वधिकरणं बोध्यं तेन समवायेन . ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨)