________________
છે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવું સાધ્યતાવચ્છેદક બન્યું. એવા સાધ્યતાવચ્છેદકાએ વચ્છિન્ન સાધ્યનું હેતુમાં સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. * मुक्तावली : (एवं दण्ड्यादिसाध्ये परम्परासम्बद्धं दण्डत्वादिकमेव * साध्यतावच्छेदकं, तच्च प्रतियोगिताऽनवच्छेदकमिति) साध्यादिभेदेन । * व्याप्तेर्भेदात् तादृशस्थले साध्यतावच्छेदकतावच्छेदकं प्रतियोगितावच्छेदकतानवच्छेदकमित्येव लक्षणघटकमित्यपि वदन्ति ।
મુક્તાવલી: કેટલાક અહીં એમ કહે છે કે આ રીતે પરંપરયા સાધ્યતાવચ્છેદક લેવાયા નહિ. પણ જો તેમ ન કરીએ તો પ્રતિયોગિતાવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બની જતાં તે આ વ્યાપ્તિના લક્ષણની અવ્યાપ્તિ થાય. એટલે તેઓ એમ કહે છે કે પર્વતના ધૂમ-વહિની,
મહાનસના ધૂમ-વતિની, એમ સાધ્ય-હેતુભેદથી દરેક વ્યાપ્તિ જુદી જુદી છે તેમ અહીં પણ આ “પત્વવ્યાપ્યજ્ઞાતિમાન પૃથ્વીવા' સ્થળે વ્યાપ્તિનું જુદું લક્ષણ કરી દેવું. તે આ રીતે * हेतुमन्निष्ठाभावीयप्रतियोगितावच्छेदकतानवच्छेदकसाध्यतावच्छेदकतावच्छेदको * यः तदवच्छिन्नावच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः ।
સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક એ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક ન હોવો જોઈએ, જ અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક જોઈએ.
સાધ્ય = રૂપત્વવ્યાપ્યજાતિમદ્ = શુક્લાદિ રૂપો. સાધ્યતાવચ્છેદક = રૂપcવ્યાપ્યશુક્લત્વાદિ જાતિ. સાધ્યતા વચ્છેદકતા વચ્છેદક = રૂપત્વવ્યાપ્યશુક્લત્યાદિ જાતિત્વ. પ્રતિયોગી = રૂપત્વવ્યાપ્યશુક્લત્વાદિજાતિમદ્ = શુક્લાદિ રૂપો. પ્રતિયોગિતાવચ્છેદક = રૂપત્વવ્યાપ્યશુક્લત્વાદિ જાતિ.
પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક = રૂપત્વવ્યાપ્યશુક્લત્ત્વાદિ. (જાતિત્વ નહિ, છે અન્યથા નીરૂપ ઘટ માનવાની આપત્તિ આવે.)
આમ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક જાતિત્વ બન્યો અને પ્રતિયોગિતાવચ્છેદકતાવિચ્છેદક શુક્લત્ત્વાદિ બન્યા. એટલે પ્રતિયોગિતાવચ્છેદકતાનવચ્છેદક એવો જ - સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક (જાતિત્વ) બન્યો. એ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક(જાતિત્વ)થી જ આ અવચ્છિન્ન સાધ્યતાવચ્છેદકતા (શુક્લત્વાદિમાં), એનાથી અવચ્છિન્ન સાધ્યતાવચ્છેદક
(શુક્લત્વાદિ), તદવચ્છિન્ન જે સાધ્ય (શુક્લાદિ), તેનું સામાનાધિકરણ્ય વ્યાપ્તિ. 40 જ કે તે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) ૪ તે છે