________________
છે અને પછી તે પ્રત્યેક દિશાનો શબ્દ તે તે દિશામાં આગળ વધતો જાય. જેમ કદમ્બની છે એ કળી એક હોય છે છતાં પણ ખીલે ત્યારે દસે દિશામાં વિકસે છે તેમ અહીં પણ સમજવું. એ
આ કલ્પનામાં દશે દિશામાં જુદા જુદા દશ શબ્દોની ઉત્પત્તિ માનવી પડતી હોવાથી જ ગૌરવ છે. તેથી જન્મતે' કહીને ગ્રન્થકારે અસ્વરસ જણાવ્યો છે. कारिकावली : उत्पन्नः को विनष्टः क इति बुद्धेरनित्यता ।
सोऽयं क इति बुद्धिस्तु साजात्यमवलम्बते ॥१६७॥ * मुक्तावली : ननु शब्दस्य नित्यत्वादुत्पत्तिकथनमसङ्गतमत आह-उत्पन्न * इति । शब्दानामुत्पादविनाशप्रत्ययशालित्वादनित्यत्वमित्यर्थः । ननु स एवायं ककार इत्यादिप्रत्यभिज्ञानाच्छब्दानां नित्यत्वम्, इत्थं चोत्पादविनाशबुद्धिभ्रमरूपैवेत्यत आह-सोऽयं क इति । साजात्यमिति । तत्र प्रत्यभिज्ञानस्य
तत्सजातीयत्वं विषयो न तु तद्वयक्त्यभेदो विषयः, उक्तप्रतीतिविरोधात् । इत्थं । *च द्वयोरपि प्रतीत्योर्न भ्रमत्वमिति। - મુક્તાવલી : શંકાકાર : પણ શબ્દ તો નિત્ય છે અને નિત્ય વસ્તુ કદાપિ ઉત્પન્ન છે જે થઈ શકે જ નહીં તો પછી તમે નિત્ય વસ્તુને તદ્દન અસંગત એવું શબ્દોત્પત્તિનું કથન છે શા માટે કરો છો ?
તૈયાયિક : “' (વર્ણ) ઉત્પન્ન થયો, “B' નાશ પામ્યો' આવી રીતની બુદ્ધિથી જ જ શબ્દમાં અનિત્યતા પેદા થાય છે. આમ શબ્દો પણ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી જ અનિત્ય જ છે.
શંકાકાર ઃ આ તે જ “' છે એવી પ્રત્યભિજ્ઞા તો થાય જ છે. તેથી ‘' વગેરે શબ્દો નિત્ય છે તેમ માનવું જ જોઈએ.
નૈયાયિક “નવમર્થ :' એવી જે પ્રત્યભિજ્ઞા થાય છે તેનું કારણ શબ્દમાં રહેલું છે નિત્યત્વ નથી પણ સાજાત્ય છે. પણ શબ્દ તો અનિત્ય જ છે અને તેથી જ શબ્દના ઉત્પાદ છે છે અને વિનાશની જે પ્રતીતિ થાય છે તે ભ્રમાત્મક નહીં પણ સત્ છે.
શંકાકાર : જો ઉત્પાદ અને વિનાશની પ્રતીતિને ભ્રમાત્મક ન માનતાં સત્ માનો તો “આ તે જ “' છે તેવી પ્રત્યભિજ્ઞા શી રીતે થાય ? એ છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) છે કે