________________
स्तौल्यात् । कामनाकल्पने त्वार्थवादिकं फलमेव रात्रिसत्रन्यायात्कल्प्यते । अन्यथा प्रवृत्त्यनुपपत्तेः । तेनानुत्पत्तिमेव प्रत्यवायस्यान्ये मन्यन्ते । एवं "सन्ध्यामुपासते ये तु सततं शंसितव्रताः । विधूतपापास्ते यान्ति ब्रह्मलोकमनामयम् ॥” एवं “दद्यादहरहः श्राद्धं पितृभ्यः प्रीतिमावहन्" इत्यादिवचनप्रतिपादितब्रह्मलोकप्रीत्यादिकमेव फलमस्तु ।
મુક્તાવલી : પ્રભાકર : અમે ત્યાં સ્વર્ગાદિને ફળ માનવા કરતાં પંડાપૂર્વને ફળ માનશું. નિત્યકર્મથી એવું અપૂર્વ ઉત્પન્ન થાય છે કે જે સ્વર્ગાદિ ફળનું જનક નથી, અર્થાત્ પંડ (નપુંસક) છે. અને નપુંસક જેવું જે અપૂર્વ તે પંડાપૂર્વ કહેવાય. જેમ નપુંસક દ્વારા કોઈ ફલપ્રાપ્તિ થતી નથી તેમ પંડાપૂર્વ દ્વારા પણ સ્વર્ગાદિ ફળ પ્રાપ્ત થતા નથી. આમ બ્રહ્મલોકાવાપ્તિ કે પ્રત્યવાયાભાવને ફળ તરીકે જણાવનારા જે વાક્યો છે તેને ફળ ન માનતા આર્થવાદિક જ માનવા જોઈએ.
નૈયાયિક : જો તેનું પંડાપૂર્વ ફળ માનશો તો તેમાં કોઈને કામનાબુદ્ધિ થશે જ નહીં. પરિણામે પ્રવૃત્તિ જ ન થવાની પૂર્વવત્ આપત્તિ આવીને ઊભી જ રહેશે. અને તેથી જો તેમાં કામના માનવી જ હોય તો તમારે ત્યાં આર્થવાદિક વાક્યમાં જણાવ્યા પ્રમાણેનું ફળ માનવું જ જોઈએ, અર્થાત્ સ્વર્ગાવાપ્તિને ફળ માનવું જોઈએ. જેમ રાત્રિસત્ર નામના યજ્ઞમાં વિધિવાક્યથી કોઈ ફળ નથી બતાવ્યું તો આર્થવાદિક જ ફળ કહ્યું છે તેમ અહીં પણ આર્થવાદિક ફળ કલ્પવું જોઈએ. જો તેમ નહીં કલ્પો તો ઈષ્ટસાધનતાજ્ઞાનાભાવે પ્રવૃત્તિ જ ન થવાની આપત્તિ આવશે.
કેટલાક કહે છે કે સારું, તમારે (મીમાંસકોને) નિત્યકર્મમાં ફળની કલ્પના નથી કરવી ને ? તો કાંઈ વાંધો નહીં, ત્યાં સ્વર્ગફળની કલ્પના નહીં કરતા પણ પ્રત્યવાયની અનુત્પત્તિની, અર્થાત્ પાપની અનુત્પત્તિની કલ્પના કરજો. નિત્યકર્મનું ફળ કાંઈ જ નથી, પણ જો નિત્યકર્મ ન કરવામાં આવે તો પાપ લાગે, તેથી જો નિત્યકર્મ કરો તો પાપની અનુત્પત્તિ થાય. બસ, તેથી પાપની અનુત્પત્તિના સાધન એવા સંધ્યાવંદનાદિમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થશે. તેથી હવે પ્રવૃત્તિ ન થવાની આપત્તિ નહીં આવે.
શંકાકાર : જો પ્રત્યવાયાનુત્પત્તિને ઈષ્ટ માનશો તો સંધ્યાવંદનાદિ નિત્યકર્મમાં તો ઈષ્ટસાધનતા-જ્ઞાન આવી જશે. પણ જે શ્રાદ્ધાદિ કાર્ય છે ત્યાં તો પ્રત્યવાયાનુત્પત્તિ ઈષ્ટ તરીકે માની શકાય તેમ નથી તો ત્યાં પ્રવૃત્તિ શી રીતે થશે ?
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૩૬૬)