________________
નૈયાયિક : ત્યાં પિતા વગેરેની પ્રીતિને ઈષ્ટ તરીકે માનીશું અને તેથી પિતૃશ્રાદ્ધાદિમાં પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી પ્રવૃત્તિ થશે.
मुक्तावली : न च पितृप्रीतिः कथं फलं ? व्यधिकरणत्वादिति वाच्यम्, गया श्राद्धादाविवोद्देश्यत्वसम्बन्धेनैव फलजनकत्वस्य क्वचित्कल्पनात् । अत एवोक्तं- शास्त्रदर्शितं फलमनुष्ठानकर्तरीत्युत्सर्ग' इति । पितॄणां मुक्तत्वे तु स्वस्य स्वर्गादिफलं यावन्नित्यनैमित्तिकानुष्ठानस्य सामान्यतः स्वर्गजनकत्वात् । पण्डापूर्वार्थं प्रवृत्तिश्च न सम्भवति ।
"
મુક્તાવલી : શંકાકાર : શ્રાદ્ધ કરનાર પુત્રો તો અહીં છે, જ્યારે જેમને પ્રીતિ થવાનું કહો છો તે પિતાઓ તો મૃત્યુ પામ્યા હોવાથી હાજર જ નથી. તો અહીં થતી ક્રિયા દ્વારા અહીં ન રહેલા પિતાઓને પ્રીતિ શી રીતે થઈ શકે ? આમ પિતાની પ્રીતિને ફળ માનો તો વ્યધિકરણાપત્તિ આવશે.
નૈયાયિક : જેમ ગયામાં શ્રાદ્ધ કરવામાં આવે તો પણ જેના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કર્યું હોય તેને તેનું ફળ મળે છે તેમ અહીં પણ ‘પિતાને પ્રીતિ થાય' તેવા ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કર્યું હોવાથી પિતાને પ્રીતિ થાય છે તેવું માનવામાં કોઈ વિરોધ નથી. ઉદ્દેશ્ય-સંબંધથી શ્રાદ્ધ અને પ્રીતિ બંને એક જ અધિકરણમાં રહી જશે.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અનુષ્ઠાન કરનારને ફળ મળે તે ઔત્સર્ગિક છે, અર્થાત્ તેમાં અપવાદ પણ હોઈ શકે છે. તેથી અનુષ્ઠાન કરનાર પુત્રો હોય અને પ્રીતિ પિતાને થાય તેવું માનવામાં વિરોધ નથી.
શંકાકાર : પણ જો પિતાની મુક્તિ થઈ ગઈ હોય તો મુક્તિમાં સુખ, દુ:ખ વગેરે તો હોતા જ નથી. તેથી પિતાના ઉદ્દેશ્યથી કરાયેલા શ્રાદ્ધાદિ પિતાને પ્રીતિ શી રીતે આપશે ?
નૈયાયિક : પિતાની જો મુક્તિ થઈ ગઈ હોય તો તેમની પ્રીતિના ઉદ્દેશ્યથી કરાયેલા શ્રાદ્ધાદિ તેમને પ્રીતિ આપનારા થતા નથી, કેમકે મુક્તિમાં સુખનો અભાવ છે. વળી અતિ વિશેષને સામાન્યયોગાવાત્ એવો નિયમ છે તેથી પિતાની મુક્તિ થઈ જવાથી અનુષ્ઠાન કરનારને જ તેના ફળની પ્રાપ્તિ થશે. જેટલા નિત્ય અને નૈમિત્તિક અનુષ્ઠાનો છે તે બધાનું આવા પ્રસંગે સામાન્યતઃ સ્વર્ગને ફળ કલ્પેલું છે. તેથી પંડાપૂર્વ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૩૬૭)