________________
વર્તમાન ક્ષણે જેનું ચિત્ત દોષથી દૂષિત બન્યું છે તેને બલવદનિષ્ટાનનુબંધિત્વનું જ્ઞાન થવાથી તેની પ્રવૃત્તિ વિષભક્ષણમાં થઈ જાય છે. આમ વર્તમાનકાલીન ઈષ્ટસાધનતાનું જ્ઞાન, કૃતિસાધ્યતાનું જ્ઞાન અને બલવદનિષ્ટાનનુબંધિત્વનું જ્ઞાન પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે તેમ નક્કી થાય છે.
मुक्तावली : न चास्तिककामुकस्यागम्यागमने शत्रुवधादिप्रवृत्तौ च कथं बलवदनिष्टाननुबन्धित्वबुद्धिर्नरकसाधनत्वज्ञानादिति वाच्यम्, उत्कटरागादिना नरकसाधनताधीतिरोधनात् । वृष्ट्यादौ तु कृतिसाध्यताज्ञानाभावान्न चिकीर्षाप्रवृत्ती, किन्त्विष्टसाधनताज्ञानादिच्छामात्रम् । कृतिश्च प्रवृत्तिरूपा बोध्या, तेन जीवनयोनियत्नसाध्ये प्राणपञ्चकसञ्चारे न प्रवृत्तिः ।
મુક્તાવલી : શંકાકાર : જે આસ્તિક છે તે જાણે જ છે કે ૫૨સ્ત્રી સાથે સંભોગ ક૨વો તે તથા શત્રુવધાદિ કરવા તે બલવદનિષ્ટનું કારણ છે, અર્થાત્ બલવદનિષ્ટાનનુબંધી નથી, તેથી પ્રવૃત્તિનું કારણ ત્યાં હાજર નથી છતાં તેવા આસ્તિક વડે પણ પરસ્ત્રીગમન, શત્રુવધ વગેરે પ્રવૃત્તિ થતી જોવા તો મળે જ છે. તો કારણ વિના ત્યાં પ્રવૃત્તિ શા માટે થાય છે ?
નૈયાયિક : પરસ્ત્રીગમન અને શત્રુવધાદિ બલવદનિષ્ટના અનુબંધી છે (એટલે નરકનું કારણ છે) અને અનનુબંધી નથી તેવું આસ્તિકને જ્ઞાન છે જ. પરંતુ ઉē રાગાદિના કારણે તે બુદ્ધિ આવરાઈ જાય છે, ઢંકાઈ જાય છે અને તેના કારણે પરસ્ત્રીગમન કે શત્રુવધાદિ બલવદનિષ્ટાનનુબંધી છે તેવી જ તેને બુદ્ધિ થાય છે. આમ રાગાદિના કારણે વર્તમાનકાલીન બલવદનિષ્ટાનનુબંધિત્વ બુદ્ધિરૂપ કારણ હાજર હોવાથી જ તેની પરસ્ત્રીગમનાદિમાં પ્રવૃત્તિ થાય છે.
વૃષ્ટિ વગેરેમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન નથી તેથી તેની ચિકીર્ષા (હું વરસાદ પાડું એવા પ્રકારની) થઈ શકે નહીં, અને તેથી વરસાદ પાડવા રૂપ પ્રવૃત્તિ પણ થતી નથી. પરંતુ વૃષ્ટિમાં ઈષ્ટસાધનતા-જ્ઞાન તો છે જ, તેથી વરસાદ પડે તો સારું તેવી ઈચ્છા થાય છે.
જે કૃતિસાધ્યતાના જ્ઞાનને કારણ કહ્યું તેમાં કૃતિ પ્રવૃત્તિરૂપ સમજવી. તેથી જીવનયોનિ રૂપ કૃતિ પ્રવૃત્તિરૂપ નથી, તેથી તેમાં સાધ્યતાનું જ્ઞાન ન હોય તો પણ આપત્તિ નથી. માંસાદિનું બનવું, રૂધિરનું સંચરણ થવું વગેરે સ્વતઃ થાય છે, તેમાં પ્રવૃત્તિ નથી.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૬૨)