________________
કૃતિસાધ્યવિષયિણી કહેવાય. આવી કૃતિસાધ્યત્વપ્રકારિકા અને કૃતિસાધ્યવિષયિણી ઈચ્છાને ચિકીર્ષા કહેવાય.
પાકની ઈચ્છા થઈ. પાક એ કૃતિસાધ્ય છે તેવા જ્ઞાનથી પા ત્યા (પ્રયભેન) માધમિ થયું. તેથી ઈચ્છાનો વિષય કૃતિસાધ્ય પાક બન્યો અને કૃતિસાધ્યત્વ એ ઈચ્છામાં પ્રકાર બન્યો. કૃતિમાધ્યત્વવત: પાસ્ય ફછા ।
આ ચિકીર્ષા પ્રત્યે માત્ર ઈષ્ટસાધનતાનું જ્ઞાન નહીં પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન અને કૃતિસાધ્યતાનું જ્ઞાન બંને કારણ છે. રસ્તામાં પડેલી વિષ્ઠામાં ‘રૂવું મત્સ્યેન સાધ્યમ્' એવું કૃતિસાધ્યતાનું જ્ઞાન છે, પણ ‘આ મારા ઈષ્ટનું સાધન છે' તેવું ઈષ્ટસાધનતાનું જ્ઞાન નથી તેથી વિષ્ઠા લેવાની ઈચ્છા થતી નથી, તેથી ઈષ્ટસાધનતાનું જ્ઞાન પણ ચિકીર્ષા પ્રત્યે કારણ છે. તે જ રીતે વૃષ્ટિ=વરસાદમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન ‘વરસાદ મારા પ્રયત્ન વડે સાધ્ય છે' તેવું કૃતિસાધ્યતાનું જ્ઞાન નથી, તેથી હું વરસાદ પાડું તેવી ઈચ્છા થતી નથી. આમ ચિકીર્ષા પ્રત્યે માત્ર ઈષ્ટસાધનતાનું જ્ઞાન કે માત્ર કૃતિસાધ્યતાનું જ્ઞાન કારણ નથી પણ બંને જ્ઞાન કારણ છે.
પરંતુ
कारिकावली : बलवद्विष्टहेतुत्वमतिः स्यात् प्रतिबन्धिका । तदहेतुत्वबुद्धेस्तु हेतुत्वं कस्यचिन्मते ॥१४८॥
मुक्तावली : बलवदिति । बलवद्विष्टसाधनताज्ञानं तत्र प्रतिबन्धकम्, अतो मधुविषसंपृक्तान्नभोजने न चिकीर्षा । बलवद्वेषः प्रतिबन्धक इत्यन्ये । तदहेतुत्वेति । बलवदनिष्टाजनकत्वज्ञानं कारणमित्यर्थः ।
મુક્તાવલી : શંકાકાર : ઝેર-મિશ્રિત દૂધપાક પડ્યો છે. હવે તેમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન પણ છે, કેમકે તૃપ્તિરૂપ ઈષ્ટનું દૂધપાક સાધન છે જ. વળી તેનામાં કૃતિસાધ્યતાનું જ્ઞાન પણ છે, કેમકે પ્રયત્ન વડે તે પી શકાય તેમ છે, છતાં પણ તે ઝેરમિશ્રિત દૂધપાક પીવાની કોઈને ઈચ્છા થતી નથી. આમ અહીં ઈષ્ટસાધનતા-જ્ઞાન અને કૃતિસાધ્યતાજ્ઞાન બંને કા૨ણ હાજર હોવા છતાં ઈચ્છા કેમ થતી નથી ?
નૈયાયિક : ચિકીર્ષા પ્રત્યે બલવદ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક છે, અર્થાત્ અત્યંત દ્વેષની બુદ્ધિ એ ચિકીર્ષા પ્રત્યે પ્રતિબંધક છે. બલવદ્વેષજન્ય બલવદ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક બનીને ચિકીર્ષા થવા દેતું નથી.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૩૪૯)|