________________
તેથી ઉપાધિ પણ બની શકે નહીં. અને તેથી કોઈપણ સત્થળની અનુમિતિ અટકે નહીં. જ્યાં બાનિશ્ચય નથી ત્યાં ‘પક્ષેતરત્વ એ સાધ્યવ્યાપક છે' એમાં કોઈ પ્રમાણ જ મળતું નથી, તેથી પક્ષેતરત્વ સાધ્યવ્યાપક બનતું નથી.
શંકાકાર : પર્વત રૂપ પક્ષમાં ભલે બાધનો નિશ્ચય ન હોય, પણ વદ્ધિનો સંશય તો છે જ ને ? કેમકે જો સંશય જ ન હોય તો અનુમાન કરવાની જ શી જરૂર છે ? તેથી જ્યાં જ્યાં વહ્નિનો નિશ્ચય છે ત્યાં ત્યાં પર્વતભેદ અર્થાત્ પક્ષેતરત્વ પણ છે જ. તેથી પક્ષેતરત્વ સાધ્યવ્યાપક માનવામાં કોઈ આપત્તિ નથી.
નૈયાયિક : નહિ, પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય હોય તો જ પક્ષેતરત્વ સાધ્યવ્યાપક બની શકે. પણ જ્યારે સાધ્યાભાવનો સંદેહ જ હોય ત્યારે તે સાધ્યવ્યાપક શી રીતે બની શકે ?
શંકાકાર : ચાલો ત્યારે, એટલું તો નક્કી ને કે પક્ષમાં સાધ્યનો સંદેહ છે તેથી પક્ષેતરત્વ પણ સાધ્યને વ્યાપક હોઈ શકે છે. આમ સાધ્યવ્યાપકત્વની સંદિગ્ધતા પક્ષેતરત્વમાં છે, તેથી પક્ષેતરત્વ સંદિગ્ધ ઉપાધિ તો બનશે ને ? માટે તમારે સત્થળમાં પણ પક્ષેતરત્વને સંદિગ્ધોપાધિ માનવી પડશે.
નૈયાયિક : જો આ રીતે સસ્થળમાં પણ સંદિગ્ધોપાધિ માની લેશો તો ઉપાધિના સ્વરૂપનો જ વ્યાધાત થઈ જશે, અર્થાત્ પક્ષેતરત્વ પોતે પોતાને જ ઉપાધિ બનતું અટકાવી દેશે. જેમકે :
ઉપાધિ દ્વારા હેતુમાં સાધ્યના વ્યભિચારનું અનુમાન કરાય છે. હેતુ: સાધ્યव्यभिचारी उपाधिव्यभिचारित्वात् ।
પક્ષેતરત્વ= ઉપાધિ.
ઉપરોક્ત અનુમાન દ્વારા તમે હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ કરવા માંગો છો. હવે આ અનુમાન પણ સસ્થળ છે અને તેમાં પણ પક્ષેતરત્વ ઉપાધિ બની શકે છે. પક્ષ હેતુ છે તેથી પક્ષેતરત્વ હેતુભેદ બનશે, અર્થાત્ આ અનુમાનમાં હેતુભેદ ઉપાધિ બનશે.
અહીં યંત્ર માધ્યમિન્નાત્વિક્ તવ્ર હેતુભેઃ અસ્તિ । તેથી જ્યાં સાધ્ય છે ત્યાં ઉપાધિ પણ છે. તેથી હેતુભેદ સાધ્યવ્યાપક છે. પણ જ્યાં ઉપાધિવ્યભિચાર (હેતુ) છે ત્યાં (ઉપાધિ) હેતુભેદ નથી, કેમકે હેતુમાં હેતુભેદ તો રહી શકે જ નહીં. આમ આ હેતુભેદ હેતુને અવ્યાપક છે. આમ હેતુભેદ સાધ્યવ્યાપક અને સાધનાવ્યાપક હોવાથી તેમાં ઉપાધિનું લક્ષણ ઘટી ગયું, તેથી તે ઉપરોક્ત અનુમિતિનું પ્રતિબંધક બની જશે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૩૨૮)