________________
વ્યાપ્તિઃ એમ અમે કહીશું. સાધ્યવદન્ય ગુણકર્મની વૃત્તિતાનો અવચ્છેદક ધર્મ છે શુદ્ધ સત્તાત્વ, પણ તે વૃત્તિતાનો અનવચ્છેદક ધર્મ છે વિશિષ્ટ સત્તાત્વ. આવું વૃત્તિતાનવચ્છેદક હેતુતાવચ્છેદક ધર્મવત્ત્વ (જે વિશિષ્ટ સત્તામાં રહ્યું) તે જ વ્યાપ્તિ એમ અમે કહીશું. એટલે હવે ‘સાધ્યવદન્યાવૃત્તિત્વ' લક્ષણનું અંતિમ પરિષ્કૃત લક્ષણ આવું થયું ઃ
साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकभेदाधिकरणनिरूपितहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तित्वत्वावच्छिन्नवृत्तिताऽनवच्छेदकहेतुतावच्छेदकधर्मवत्त्वं व्याप्तिः ।
વ્યાપ્તિપંચકના છેલ્લા પાંચમા લક્ષણનું નિર્વચન કરીને હવે આ લક્ષણમાં અપરિહાર્ય દોષ આપીને મુક્તાવલીકાર સિદ્ધાન્ત-લક્ષણનું વ્યાપ્તિ-લક્ષણ રજૂ કરે છે. ઉપરોક્ત લક્ષણમાં દોષ આ (વક્ષમાણ) છે.
मुक्तावली : ननु केवलान्वयिनि ज्ञेयत्वादौ साध्ये साध्यवदन्यस्याs प्रसिद्धत्वादव्याप्तिः, किञ्च सत्तावान् जातेरित्यादौ साध्यवदन्यस्मिन् सामान्यादौ हेतुतावच्छेदकसम्बन्धेन समवायेन वृत्तेरप्रसिद्धत्वादव्याप्तिश्चात આહ ।
* કેવલાન્વયી સાધ્યમાં અવ્યાપ્તિ *
મુક્તાવલી : ઘટો વાવ્યત્વવાન્ જ્ઞેયાત્ આ કેવલાન્વયી હેતુ-સ્થળ છે અને ઘટઃ સત્તાવાન્ ખાતેઃ આ અન્વય-વ્યતિરેકી હેતુ-સ્થળ છે. આ બે ય સદ્વેતુ છે. અહીં ઉપરોક્ત વ્યાપ્તિ-લક્ષણ અવ્યાપ્ત થાય છે. તે આ રીતે :
(૧) ઘટો વાવવાન્ જ્ઞેયાત્ । અહીં સાધ્ય છે વાચ્યત્વ, સાધ્યવદ્ વાચ્ય=પટાદિ, સાધ્યવી અન્ય = વાચ્યથી અન્ય કોઈ જ ન મળે, કેમકે બધા જ વાચ્ય જ છે. જ્યારે સાધ્યવદન્ય જ અપ્રસિદ્ધ છે ત્યારે સાધ્યવદન્યની વૃત્તિતા પણ અપ્રસિદ્ધ બને, ત્યારે સાધ્યવદન્યની વૃત્તિતાનો અભાવ પણ અપ્રસિદ્ધ બની જ જાય. આમ અહીં હેતુમાં સાધ્યવદન્યાવૃત્તિત્વ સ્વરૂપ વ્યાપ્તિલક્ષણની અવ્યાપ્તિ થઈ.
(૨) પટ: સત્તાવાર્ નાતેઃ આ અન્વય-વ્યતિરેકી હેતુમાં પણ વ્યાપ્તિના લક્ષણની
અવ્યાપ્તિ થાય છે. અહીં સાધ્ય સત્તા ઘટમાં સમવાયસંબંધથી રહે છે માટે સાધ્યતાવચ્છેદક સંબંધ સમવાયસંબંધ છે. એ જ રીતે જાતિ સ્વરૂપહેતુ પણ ઘટમાં
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૩)