________________
છે “આ રંગ એ રંગ નથી' એવું જ્ઞાન નથી, તેથી એમ જ કહેવાય કે રંગમાં રંગભેદનો
અગ્રહ છે, તેથી રંગમાં નિવૃત્તિ પણ થશે. આમ એક જ રંગમાં એકીસાથે પ્રવૃત્તિ અને છે નિવૃત્તિ થવાની આપત્તિ આવશે. છે તે જ રીતે રજતમાં રંગભેદનો આગ્રહ છે, કેમકે રજતને રંગ જ માન્યું છે તેથી તેની . નિવૃત્તિ થશે. વળી રજતમાં રજતભેદનો પણ અગ્રહ જ છે, કેમકે “રજત એ રંગ છે છે તેવું જ્ઞાન થયું છે પણ “રજત એ રજત નથી' તેવું તો જ્ઞાન થયું જ નથી, તેથી રજતમાં જ હું રજતભેદાગ્રહ પણ છે, તેથી રજતમાં પ્રવૃત્તિ પણ થશે. આમ રંગ અને રજત બંનેમાં જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ થવાની આપત્તિ આવશે. છે મીમાંસક : અમે એમ કહીશું કે રંગમાં રંગભેદનો ગ્રહ છે અને રજતમાં છે છે. રજતભેદનો પણ ગ્રહ છે જ, અર્થાત્ રંગમાં રંગભેદાગ્રહ નથી તેથી રંગમાં પ્રવૃત્તિ થશે પણ નિવૃત્તિ નહીં થાય અને રજતમાં રજતભેદાગ્રહ નથી તેથી રજતમાં નિવૃત્તિ થશે અને પણ પ્રવૃત્તિ નહીં થાય. આમ રંગમાં માત્ર પ્રવૃત્તિ અને રજતમાં માત્ર નિવૃત્તિ જ થતી ન હોવાથી એકીસાથે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને થવાની આપત્તિ છે જ નહીં.
નૈયાયિક રંગમાં રંગભેદાગ્રહ નથી તેનો અર્થ તો એમ થયો કે રંગમાં રંગભેદનો આ ગ્રહ છે. તે જ રીતે રજતમાં રજતભેદાગ્રહ નથી, અર્થાત્ રજતમાં રજતના ભેદનો ગ્રહ છે. નો છે. આમ રંગમાં રંગભેદ ન હોવા છતાં રંગભેદનો અને રજતમાં રજતભેદ ન હોવા છે છતાં રજતભેદનો ગ્રહ થાય છે, કેમકે રંગમાં રંગભેદ અને રજતમાં રજતભેદ તો રહી જ
શકે જ નહીં, કેમકે સ્વમાં સ્વનો ભેદ શી રીતે રહે? તેથી રંગમાં રંગભેદ ન હોવા છતાં એ જ રંગભેદનું ગ્રહણ થતું હોવાથી તદભાવવતિ તત્પકારક જ્ઞાન થયું. તે જ રીતે રજતમાં - રજતભેદ ન હોવા છતાં રજતભેદનું ગ્રહણ થતું હોવાથી તે પણ તદભાવવતિ તકારક છે આ જ્ઞાન થયું. આમ તમે છેલ્લે અન્યથાખ્યાતિ તો સ્વીકારી જ ને? કેમકે તમાવતિ આ તwાર જ્ઞાનં એ અન્યથાખ્યાતિ સિવાય શું છે?
અને જો તમે અન્યથાખ્યાતિને સ્વીકારવા તૈયાર જ ન હો તો તમારે રંગમાં જ રંગભેદાગ્રહ અને રજતમાં રજતભેદાગ્રહ થાય છે તેમ માનવું પડશે. અને તેમ માનવાથી જ છે રંગમાં નિવૃત્તિ અને રજતમાં પ્રવૃત્તિ થશે જ. વળી રંગમાં રજતની બુદ્ધિ થઈ છે અને આ છેરજતમાં રંગની બુદ્ધિ થઈ છે તેથી રંગમાં પ્રવૃત્તિ અને રજતમાં નિવૃત્તિ પણ થશે જ. છે તેથી તમારે રંગમાં અને રજતમાં બંનેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભય એકીસાથે માનવી
પડશે.
0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૯)
છે