________________
તેથી રૂવું રત્નતમ્ એવું જ્ઞાન થાય છે. આમ બે ય જ્ઞાનો પ્રમાત્મક હોવા છતાં તેમના વચ્ચેના ભેદનું ગ્રહણ ન થવાને કારણે ફવું રત્નતમ્ એવું જ્ઞાન થાય છે.
નૈયાયિક : અનુભવાત્મક અને સ્મરણાત્મક જ્ઞાનના ભેદનો અગ્રહ થવાનું શું કારણ?
મીમાંસક : પ્રમાતૃગત લોભાદિ દોષ, ચક્ષુરાદિ પ્રમાણગત પિત્તત્વ, દૂરત્યાદિ દોષ તથા પ્રમેય-પદાર્થગત સાદશ્યાદિ દોષને કારણે ભેદાગ્રહ થાય છે.
નૈયાયિક : ભલે ત્યારે, રંગમાં રજતની બુદ્ધિ થતી હોય ત્યાં તમે ભલે અનુભવાત્મક અને સ્મરણાત્મક જ્ઞાનના ભેદાગ્રહને કારણ માનો, પણ જ્યાં રજત છે અને તેમાં રજતની જ બુદ્ધિ થાય છે ત્યાં તો એક જ અનુભવાત્મક જ્ઞાન છે. જેમ પુરોવર્તી પદાર્થનું ‘ફ્ર’ એવું જ્ઞાન અનુભવાત્મક છે તેમ ‘રત્નતમ્' જ્ઞાન પણ અનુભવાત્મક જ છે. આમ બંને જ્ઞાન અનુભવાત્મક જ હોવાથી અહીં ભેદાગ્રહ પણ છે જ. તેથી અહીં ભેદાગ્રહરૂપ કારણ હાજર હોવાથી અમે કહ્યું તેવું ભ્રમજ્ઞાનરૂપ કાર્ય પણ થવું જોઈએ ને ?
મીમાંસક : ના, સત્યરજતસ્થળે અમે ભેદાગ્રહને કારણ ન માનતાં વિશિષ્ટજ્ઞાનને કારણ માનીશું. સત્યરજતસ્થળે રજતત્વવદ્ રજત જ્ઞાન હોવાથી જ સત્યરજતજ્ઞાન થાય છે.
નૈયાયિક : આમ એક સ્થાને ભેદાગ્રહને કારણ માન્યું અને અન્ય સ્થળે વિશિષ્ટજ્ઞાનને કારણ માન્યું તેથી તમારે કાર્ય-કારણભાવ બે માનવા પડ્યા, તેથી અનનુગત દોષ આવ્યો.
મીમાંસક : તો પછી સત્યરજતસ્થળે પણ અમે ભેદાગ્રહને જ કારણ કહીશું અને તેથી ભેદાગ્રહ રૂપ એક જ કારણ માનવાથી અનનુગત દોષ નહીં આવે.
સત્ય૨જતમાં જે રજતની બુદ્ધિ થાય છે તેનું કારણ પણ ભેદાગ્રહ જ છે. રજતમાં તે વળી રજતનો ભેદ રહેતો હશે ? સ્વમાં સ્વનો ભેદ કદાપિ રહી શકે નહીં. આમ રજતમાં ભેદ જ નથી તો પછી ભેદનો ગ્રહ શી રીતે થઈ શકે ? તેથી ભેદનો અગ્રહ છે જ. આ ભેદના અગ્રહને કારણે જ રજતમાં રજતની બુદ્ધિ થાય છે. તેથી સત્ય૨જતસ્થળે પણ ભેદાગ્રહને કારણ માનીશું. અને તેથી જ રૂવું રત્નતમ્ એવું જ્ઞાન થાય છે. मुक्तावली : न चान्यथाख्यातिः सम्भवति, रजतप्रत्यक्षकारणस्य रजतेन्द्रियसन्निकर्षस्याभावाद्रङ्गे रजतबुद्धेरनुपपत्तेरिति चेत् ? न, सत्यरजतस्थले प्रवृत्तिं
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૩૦૫)