________________
प्रति विशिष्टज्ञानस्य हेतुताया: क्लृप्तत्वादन्यत्रापि तत्कल्पनात् । न च संवादिप्रवृत्तौ तत्कारणं, विसंवादिप्रवृत्तौ च भेदाग्रहः कारणमिति वाच्यम्, लाघवेन प्रवृत्तिमात्रे तस्य हेतुत्वकल्पनात् ।
નૈયાયિક ઃ ભલે, સત્યરજતસ્થળે તો રજતત્વપ્રકા૨ક રજતમાં રજતત્વપ્રકારક જ્ઞાન જ થયું છે એટલે પ્રમાનું લક્ષણ તેમાં ઘટી જાય છે, પણ રંગમાં ભેદાગ્રહને કારણે રનતમ્ જ્ઞાન થયું તે તો ભ્રમાત્મક જ કહેવું જોઈએ, કેમકે તદભાવવતિ તત્પ્રકા૨ક જ્ઞાનને ભ્રમ કહેવાય છે. રંગમાં રજતત્વનો અભાવ છે, તેમાં જ રજતત્વપ્રકારક રજતનું જ્ઞાન થાય છે. તેથી જ્યાં ભેદ છે ત્યાં જ ભેદાગ્રહનું (જ્યાં રજતત્વાભાવ છે ત્યાં રજતત્વપ્રકારક) જ્ઞાન થયું એટલે તે તો અન્યથાખ્યાતિ = ભ્રમ જ બની ગયું.
મીમાંસક : અરે ! જ્યાં જે નથી, અર્થાત્ જે જ્યાં છે જ નહીં ત્યાં તેનું જ્ઞાન થાય જ શી રીતે ? જ્ઞાન એ ઈન્દ્રિયના સંનિકર્ષથી જન્ય છે. રજતનું પ્રત્યક્ષાત્મક જ્ઞાન રજત અને ઈન્દ્રિયના સંબંધથી થાય. પણ જ્યારે રંગમાં રજતની બુદ્ધિ થાય છે ત્યારે ઈન્દ્રિયનો રજત સાથે તો સંનિકર્ષ છે જ નહીં, તો પછી રજત-ઇન્દ્રિયસંનિકર્ષ વિના રંગમાં રજતનું પ્રત્યક્ષ થઈ જ શી રીતે શકે ? આમ રંગમાં તો રજતબુદ્ધિની અનુપપત્તિ જ છે, તેથી તદભાવવતિ તત્પ્રકારક જ્ઞાન થતું જ નથી માટે અન્યથાખ્યાતિ કે ભ્રમ જેવી કોઈ વસ્તુ વિદ્યમાન જ નથી.
અને ઈન્દ્રિય-રજતસંનિકર્ષ ન હોવાથી ત્યાં જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ છે તેમ ન મનાય, કેમકે તેમ માનવામાં તો ઘણું ગૌરવ છે. તેથી અન્યથાખ્યાતિ જેવી કોઈ વસ્તુ જ નથી. ભેદાગ્રહને કારણે જ તેવું પ્રમાત્મક જ્ઞાન થાય છે.
નૈયાયિક ઃ અન્યથાખ્યાતિ (ભ્રમ) જેવી કોઈ વસ્તુ જ નથી તેવી તમારી વાત જરાય યોગ્ય નથી, કેમકે સત્યરજતમાં જે રજતની બુદ્ધિ થાય છે અને તે માટે પ્રવૃત્તિ પણ થાય. છે તેના પ્રત્યે રજતત્ત્વવત્ રજતના વિશિષ્ટજ્ઞાનની કલ્પના જ તૃપ્ત (સમર્થ : નક્કી થયેલી) છે. માટે રંગમાં જ્યાં રજતબુદ્ધિ થાય છે ત્યાં પણ વિશિષ્ટ બુદ્ધિને જ કારણ માનવું જોઈએ. અને તેમ થતાં રજતત્વાભાવવમાં રજતત્વપ્રકારક જ્ઞાન થઈ ગયું કહેવાય. અને તદ્માવતિ તાજા જ્ઞાનમ્ તો ભ્રમ છે, તેથી તે ભ્રમરૂપ અન્યથાખ્યાતિને માનવી જ જોઈએ.
મીમાંસક : ના, તેવું માનવા કરતાં જો સંવાદિપ્રવૃત્તિ (રજતમાં રજતબુદ્ધિ) પ્રત્યે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૦૬)