________________
એ વળી અભ્યાસદશામાં તૃતીય અનુવ્યવસાયાદિ જ્ઞાન વડે પ્રામાણ્યનો સ્વતઃ ગ્રહ ન થવાનો સંભવ છે, અર્થાત્ તૃતીય અનુવ્યવસાયાદિ જ્ઞાનથી પ્રામાણ્ય સ્વતો ગ્રાહ્ય બને છે
છે, પરંતુ માત્ર પ્રથમ અનુવ્યવસાય જ્ઞાન એ પ્રામાણ્યનું ગ્રાહક બનતું નથી, કેમકે ત્યાં જ જ સંશયની વિદ્યમાનતા હોય છે.
શંકાકાર : પ્રમાત્વનો ગ્રહ તો અનુમાનથી જ થાય. પ્રથમ અનુમિતિમાં અર્થાત માં પ્રથમ પ્રામાણ્યની અનુમિતિમાં પ્રમાત્વનો ગ્રહ કરવા માટે દ્વિતીય અનુમિતિની અપેક્ષા ક રહેશે અને એ દ્વિતીય અનુમિતિમાં પણ પ્રામાણ્યનો ગ્રહ કરવા માટે તૃતીય અનુમિતિની આ જ અપેક્ષા રહેશે. આ પ્રમાણે ઉત્તરોત્તર ફલમુખી અર્થાત્ પ્રમાત્વના પ્રહરૂપ ફલપ્રધાન છે છે એવી અનવસ્થા થશે. અથવા કારણમુખી અર્થાત્ પ્રથમ અનુમિતિના જ્ઞાનરૂપ કારણની જો છે પુષ્ટિ માટે દ્વિતીય અનુમિતિના જ્ઞાનના કારણની અપેક્ષા રહેશે, એ પ્રમાણે દ્વિતીય છે છે અનુમિતિના કારણની પુષ્ટિ માટે તૃતીય અનુમિતિના જ્ઞાનના કારણની અપેક્ષા રહેશે. . આમ અનુમિતિના જ્ઞાનસ્વરૂપ કારણપ્રધાન એવી અનવસ્થા ઊભી થશે. તેથી પ્રામાણ્યને આ પરતો ગ્રાહ્ય માની શકાય જ નહીં. તેથી પ્રામાણ્ય પરતો ગ્રાહ્ય નહીં પણ સ્વતો ગ્રાહ્ય જ છે
નૈયાયિક : ના, આવી અનવસ્થા ઊભી થવાની કલ્પના નિરર્થક છે. જયાં રૂમ રૂાન પ્રમ' આવા પ્રકારનો અપ્રમાત્વનો ગ્રહ થયો નથી ત્યાં આગળ જ અમે તે જ્ઞાનને નિશ્ચયરૂપ કહીએ છીએ. કે જયાં જ્ઞાનનિષ્ઠ પ્રમાત્વમાં સંશય ઊભો થયો છે ત્યાં પ્રામાણ્યને ગ્રહણ કરનારી
અનુમિતિની સામગ્રીની અપેક્ષા છે, બીજે નહિ. તેથી અનવસ્થાની અહીં સંભાવના જ કઈ નથી, કેમકે અંતે તો ક્યાંક નિશ્ચય ઊભો જ રહેવાનો છે.
વળી સર્વત્ર સંશય પણ થતો નથી, કેમકે ક્યાંક ઉભયકોટિક જ્ઞાનનો (સંશય માટે જ છે જે આવશ્યક છે) જ અભાવ છે, તો વળી ક્યાંક વિશેષદર્શન થઈ જાય છે, તો વળી છે ક્યાંક મનનો વિષયાન્તરમાં સંચાર થઈ જાય છે.
દૂર ઝાડનું ઠુંઠું છે. હવે જે વ્યક્તિને ઠુંઠું કે પુરૂષનું જ્ઞાન હોય તેને તો તેમાં પુરૂષ છે કે ઝાડના ઠુંઠાનો સંશય થઈ શકે, પણ જેને તેનું જ્ઞાન જ નથી તેને ઠુંઠું હોવા છતાં છે. સંશય શી રીતે પડે?
વળી ઉભયકોટિક સ્થાણુ અને પુરૂષનું જ્ઞાન હોવા છતાં ગમે તે એકનું વિશેષદર્શન (નિશ્ચયાત્મક જ્ઞાન) થઈ જાય તો પણ સંશય પડે નહીં.
વળી ઠુંઠાને જોતાં જોતાં સ્થાણુ અને પુરૂષનો વિચાર કરવાના બદલે મનનો સંચાર જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૨) 8
0