________________
સંવાદિપ્રવૃત્તિ નથી. તેથી હેત્વભાવે અનુમિતિ ન થઈ શકે અને તેથી અનુમિતિથી તમે માનેલો પ્રામાણ્ય-નિશ્ચય શી રીતે થઈ શકે ? અમે તો અનુવ્યવસાયાત્મક જ્ઞાનથી પ્રામાણ્ય-નિશ્ચય કહીએ છીએ, એટલે કે ગન્ધવતી પૃથ્વી જ્ઞાનનું અનુવ્યવસાયાત્મક જ્ઞાન સ્થવતિપૃથ્વીત્વજ્ઞાનવાનહમ્ થાય, અર્થાત્ સ્થિતિશેષ્યપૃથ્વીત્તપ્રા{hજ્ઞાનવાનહમ્ થાય. આ અનુવ્યવસાયાત્મક જ્ઞાનનો વિષય ગન્ધવદ્વિશેષ્યકપૃથ્વીત્વપ્રકારક જ્ઞાન બને અને તેથી ગન્ધવદ્વિશેષ્યકપૃથ્વીત્વપ્રકારકતા પણ અનુવ્યવસાયાત્મક જ્ઞાનનો વિષય બને. આમ આ વિષય મળી જવાથી ન્યવતી પૃથ્વી જ્ઞાનમાં પ્રામાણ્યનો નિશ્ચય અનુવ્યવસાયાત્મક જ્ઞાનથી થઈ જાય.
તમે તો અનુવ્યવસાયાત્મક જ્ઞાન દ્વારા ગન્ધવતી પૃથિવી જ્ઞાનમાં પ્રામાણ્ય-નિશ્ચય માનતાં નથી અને પ્રસ્તુતમાં સંવાદિપ્રવૃત્તિજનકત્વ હેતુ જ નથી તેથી તલૈિંગક અનુમિતિ દ્વારા પણ પ્રામાણ્ય-નિશ્ચય થઈ શકે નહીં. તેથી રાજ્યવતી પૃથ્વી જ્ઞાનમાં સંદેહની ઉત્પત્તિ થઈ શકે છે.
નૈયાયિક : માત્ર સંવાદિપ્રવૃત્તિજનકત્વ હેતુની અનુમિતિથી જ પ્રામાણ્ય-નિશ્ચય થઈ જાય તેવું નહીં, તેથી અન્યલિંગક અનુમિતિથી પણ પ્રામાણ્ય-નિશ્ચય થઈ શકે છે. પક્ષ : ર્ં ન્યવતિ પૃથ્વીવપ્રા જ્ઞાનમ્ ।
સાધ્ય : પ્રમાત્વ.
હેતુ : સ્થવતિ પૃથ્વીત્વપ્રાજ્ઞાનાત્ ।
આ જન્મવતી પૃથ્વી જ્ઞાન પ્રમા છે, કેમકે ગન્ધવદ્વિશેષ્યકમાં પૃથ્વીત્વપ્રકારક જ્ઞાન
છે .
શંકાકાર : હેતુનું જ્ઞાન કેવી રીતે થયું ? પક્ષમાં હેતુનું જ્ઞાન સિદ્ધ હોય તો તેનાથી અનુમિતિ થઈ શકે અન્યથા શી રીતે થાય ?
નૈયાયિક : પૃથ્વીત્વપ્રકારક જ્ઞાન (હેવંશ) એ સ્વતોગ્રાહ્ય છે, કેમકે સર્વ જ્ઞાનં ધŻભ્રાન્તમ્ એ નિયમાનુસાર બધા ધર્મોનું જ્ઞાન તો અભ્રાન્ત જ હોય છે. ‘મને ઘટનું જ્ઞાન થયું' અહીં ધર્મનું જ્ઞાન અભ્રાન્ત છે, અર્થાત્ મને ઘટનું જ્ઞાન થયું કે નથી થયું? તેવો સંશય પડતો નથી. ‘શુક્તિમાં મને રજતનું જ્ઞાન થયું' અહીં પણ ‘જ્ઞાન થયું કે નહીં ?' તેવો તો સંશય પડતો નથી જ. આમ ધર્મી-અંશનું પ્રામાણ્ય સ્વતોગ્રાહ્ય હોય છે. શુક્તિમાં રજતનું થયેલું જ્ઞાન જ્ઞાનસ્વરૂપથી તો પ્રમાત્મક જ છે, પણ તદભાવવમાં તત્પ્રકા૨ક (ધર્મી) જ્ઞાન થઈ જવાથી તે ભ્રમરૂપે જણાય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૯૮)