________________
જ્ઞાન ન બનતાં વિષય સહિત જ્ઞાન (અન્ય ઘટ: જ્ઞાન) જ્ઞાનવિષયક જ્ઞાનનો વિષય બને. અને તેમ થતાં જ્ઞાનવિષયક જ્ઞાનમાં ઘટ પણ વિષય બની ગયો. અને તેથી જ્ઞાનવિષયક જ્ઞાનથી અયં ઘટ: જ્ઞાનમાં પ્રામાણ્યનો પણ ગ્રહ થઈ શકે છે.
જ્ઞાનવિષયક જ્ઞાનમાં ‘અયં ઘટ:' વિષય બનવાથી જ જ્ઞાનવિષયક જ્ઞાનથી વેદ્ય વિષય બને, અર્થાત્ વિષય એ વિષયના જ્ઞાનમાત્રથી વેદ્ય નથી પણ જ્ઞાનવિષયક જ્ઞાનથી વેદ્ય છે. તે ત્યારે જ બન્યું જ્યારે જ્ઞાનવિષયક જ્ઞાનમાં અયં ઘટ: વિષય બની ગયો. ‘અર્થ ઘટઃ' એટલા જ્ઞાનમાત્રથી વિષયનું પ્રત્યક્ષ ન થાય પણ જ્ઞાનવિષયક જ્ઞાન થાય ત્યારે જ વિષય વેદ્ય બને. આમ જ્ઞાનવિષયક જ્ઞાનમાં વિષય અયં યદઃ બની ગયો. તેથી જ જ્ઞાનવિષયક જ્ઞાનથી વિષય એ વેદ્ય બની શક્યો, પણ જો જ્ઞાનવિષયક જ્ઞાનથી અયં ઘટ: વિષય જ ન બનત તો જ્ઞાનવિષયક જ્ઞાનથી પણ વિષય વેદ્ય ન બનત.
मुक्तावली : संशयेति । यदि ज्ञानस्य प्रामाण्यं स्वतोग्राह्यं स्यात्, तदाऽनभ्यासदशापन्नज्ञाने प्रामाण्यसंशयो न स्यात् । तत्र हि यदि ज्ञानं ज्ञातं तदा त्वन्मते प्रामाण्यं ज्ञातमेवेति कथं संशयः ? यदि तु ज्ञानं न ज्ञातं तदा धर्मिज्ञानाभावात् कथं संशयः ? तस्माज्ज्ञाने प्रामाण्यमनुमेयम् ।
મુક્તાવલી : નૈયાયિક : જ્ઞાનના પ્રામાણ્યને સ્વતોગ્રાહ્ય માની જ શકાય નહીં, કેમકે જો તેને સ્વતોગ્રાહ્ય માનવામાં આવે તો અનભ્યાસદશાપન્ન જ્ઞાનમાં અર્થાત્ વારંવાર જેનો અભ્યાસ થયો ન હોય તેવા જ્ઞાનમાં પ્રામાણ્યનો સંશય પડી નહીં શકે. (‘મારા આ ગુરૂ મહારાજ છે' એ જ્ઞાન અભ્યસ્તદશાપન્ન છે, કેમકે તેમનામાં ગુરૂત્વબુદ્ધિનો
વારંવાર અભ્યાસ થયેલો છે. આવા જ્ઞાનમાં તો પ્રામાણ્ય હોય જ. પણ વારંવાર ન જોયેલું, દૂર દૂર રહેલું વૃક્ષ એ વડનું છે એવું જે જ્ઞાન છે તે અનભ્યસ્તદશાપન્ન છે, તેમાં પ્રામાણ્યનો સંશય પડી શકે છે.) પરંતુ વસ્તુતઃ તો તેમાં પણ પ્રામાણ્યનો સંશય તો પડે જ છે. પણ તમે પ્રામાણ્યને સ્વતોગ્રાહ્ય માનો છો તેથી આ જ્ઞાનનું પ્રામાણ્ય પણ સ્વતોગ્રાહ્ય બની જતાં સંશયજ્ઞાનની તો અનુપપત્તિ થઈ જશે ને ? કેમકે ત્યાં જ્ઞાનં જ્ઞાત એટલે પ્રમાળ્ય જ્ઞાતમેવ । તો પછી સંશય શી રીતે થાય ?
જો એમ કહો કે જ્ઞાન જ જ્ઞાત નથી થયું તો પછી પ્રામાણ્ય શી રીતે જ્ઞાત થયું કહેવાય? તો તેવું પણ તમારાથી નહીં કહી શકાય, કેમકે જો ધર્મનું જ્ઞાન જ ન થયું હોય તો પછી તે ધર્મીમાં સંશય જ શી રીતે પડી શકે ? ધર્મજ્ઞાન હોય તો તેમાં તેનો
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૯૬)