________________
શંકાકાર : અમે દોષાભાવને પ્રમાનું કારણ માનીએ છીએ. તમે ગુણને પ્રમાનું કારણ કહો છો. તેથી વિનિગમના-વિરહ આવી ગયો. તેથી દોષાભાવ પ્રમાનું કારણ નથી તેમ તો તમારાથી નહીં જ કહી શકાય.
નૈયાયિક : વિનિગમના-વિરહ છે જ નહીં. લાઘવતર્કથી ગુણને જ પ્રમાનું કારણ માની શકાય છે. દોષ અનેક હોવાથી પ્રમાના કારણ તરીકે તમારે દોષાભાવ પણ અનેક માનવા પડશે. અને તેથી કારણતાવચ્છેદક પણ અનંતા માનવાનું ગૌરવ થશે. તેના કરતાં માત્ર ગુણને જ કારણ માનવામાં લાઘવ છે. તેથી પ્રમા પ્રત્યે દોષાભાવને કારણ ન માનતાં ગુણને કારણ માનવું જોઈએ. ગુણને કારણ માનવાથી દોષાભાવને કારણ માનતાં આવતો વ્યતિરેક વ્યભિચાર હવે નહીં આવે, કેમકે શંખત્વ વિશેષણવાળા શંખ વિશેષ્ય સાથે ઈન્દ્રિય-સંનિકર્ષ રૂપ ગુણ હાજર છે. તેથી શંખત્વેન શંખનું પ્રમા-જ્ઞાન થયું છે તેમાં કારણ હાજર હોવાથી જ કાર્ય થયું છે. તેથી વ્યતિરેકવ્યભિચાર છે જ નહીં.
શંકાકાર : શ્વેત વિશેષણવત્ શંખ વિશેષ્ય સાથે ઈન્દ્રિયસંનિકર્ષ રૂપ ગુણ હાજર હોવા છતાં ય પિત્તાદિ દોષવાળાને ચૈત્યનું જ્ઞાન થતું નથી. તેથી ત્યાં તમારે પિત્તાદિ દોષોને પ્રતિબંધક માનવા જ પડશે. અને પ્રતિબંધકાભાવ એ પણ એક કારણ છે. તેથી પિત્તાદિ દોષાભાવને જ તમારે પ્રમા પ્રત્યે કારણ માનવું જોઈએ. અહીં ગુણ હાજર હોવા છતાં પ્રમા-જ્ઞાન ન થવાથી જાળસત્ત્વે જા/સત્ત્વ રૂપ અન્વય-વ્યભિચાર છે જ. તેથી ગુણને તો કારણ મનાય જ નહીં. તેથી દોષાભાવને જ પ્રમા પ્રત્યે કારણ મનાય.
:
નૈયાયિક : જ્યાં દોષાભાવ હોય છે અને ગુણની હાજરી નથી હોતી ત્યાં પ્રમાજ્ઞાન નથી પણ થતું. જેમકે પિત્તાદિ દોષ નથી અને જેને શ્વેતત્વેન ચૈત્ય સાથે સંનિકર્ષ થવારૂપ ગુણ હાજર નથી તેને શંખમાં ચૈત્યની પ્રમા પણ થતી નથી જ. હવે જો દોષાભાવ જ કારણ હોય તો દોષાભાવ હાજર હોવાથી કેમ તેને ચૈત્યનું જ્ઞાન નથી થતું ? તેથી માનવું જ જોઈએ કે અહીં ગુણ હાજર ન હોવાથી પ્રમા થતી નથી. માટે પ્રમા પ્રત્યે ગુણ કારણ છે. અને છતાં જો પ્રમા પ્રત્યે દોષાભાવને કારણ માનવાનો આગ્રહ હોય તો અમે કહીશું કે અપ્રમા પ્રત્યે દોષને કારણ માનવાની પણ જરૂર નથી. ત્યાં પણ તમે ગુણાભાવને જ અપ્રમા પ્રત્યે કા૨ણ માનો ને ? અપ્રમા પ્રત્યે ગુણાભાવને કારણ ન માનતાં જેમ દોષને કારણ માનીએ છીએ તેમ પ્રમા પ્રત્યે પણ દોષાભાવને કારણ ન માનતાં ગુણને જ કારણ માનવું જોઈએ.
વળી ગુપ્તત્ત્વ પ્રમાસત્ત્વ અને મુળાÇત્ત્વે પ્રમાÇત્ત્વ રૂપ અન્વય-વ્યતિરેક પણ મળતાં હોવાથી પ્રમા પ્રત્યે ગુણને જ કારણ માનવું યોગ્ય છે. તમે જે અન્વય-વ્યભિચાર અન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮૬)