________________
તેથી વિપ્રતિપત્તિ વાક્યને સંશયજનક કહી શકાય નહીં.
શંકાકાર : પણ પરસ્પર વિરોધી બે નિશ્ચયાત્મક વાક્યો સાંભળ્યા પછી શ્રોતાને સંશય તો ઉત્પન્ન થાય જ છે તો તે વિપ્રતિપત્તિથી જો ઉત્પન્ન ન થયો હોય તો શેનાથી ઉત્પન્ન થયેલો માનશો ?
નૈયાયિક : વક્તા જ્યારે નિશ્ચયાત્મક શબ્દો નિત્યઃ બોલશે ત્યારે શ્રોતાને નિશ્ચયાત્મક રીતે જ ‘શબ્દ નિત્ય છે' તેવો શાબ્દબોધ થશે. અને જ્યારે વક્તા શોનિત્ય: બોલશે ત્યારે તે જ શ્રોતાને ‘શબ્દ અનિત્ય છે’ તેવો નિશ્ચયાત્મક બોધ જ થશે. આમ વિપ્રતિપત્તિ (શબ્દાત્મિકા) શ્રવણથી તો શ્રોતાને નિશ્ચયાત્મક શાબ્દબોધ જ થશે. પણ પછી તે શ્રોતાને ‘શબ્દ નિત્ય હશે કે અનિત્ય ?’ એવો જે સંશય ઉત્પન્ન થાય છે તે તો મનથી જ થાય છે, અર્થાત્ આ સંશય મનોજન્ય છે પણ વિપ્રતિપત્તિજન્ય નહીં. તેથી આ સંશય પ્રત્યે મન કારણ છે પણ વિપ્રતિપત્તિ જ્ઞાન નહીં.
બે જાતના વિરોધી વાક્યો સાંભળવાથી ભાવાત્મક અને અભાવાત્મક જે બે કોટિનું જ્ઞાન થાય તે તો શબ્દથી થાય છે, જ્યારે સંશય તો મનથી ઉત્પન્ન થાય છે.
હવે આ રીતે જ્ઞાનમાં પ્રામાણ્યનો સંશય ઉત્પન્ન થાય તો તે જ્ઞાનના વિષયમાં પણ સંશય પેદા થયો. દૂર પાણી હોય તેવું જ્ઞાન થયું, પણ પછી સંશય પેદા થયો કે મને જે પાણીનું જ્ઞાન થયું છે તે બરાબર છે કે નહીં ? અર્થાત્ પોતાને થયેલા જ્ઞાનમાં પ્રામાણ્યનો સંશય પેદા થયો. અને તેમ થતાં તરત જ તેના વિષય પાણીમાં પણ સંશય પડે, અર્થાત્ ત્યાં પાણી હશે કે નહિ? તેવો વિષય-સંશય પણ પડે.
તે જ રીતે વ્યાપ્યના સંશયથી વ્યાપકનો સંશય ઉત્પન્ન થાય છે. ‘પર્વત ઉપર ધૂમ છે' તેવું દેવદત્તને જ્ઞાન થયું, પણ પછી તેને સંશય પડ્યો કે ‘પર્વત ઉપર ધૂમ છે' તેવું મને જ્ઞાન થયું કે નથી થયું ? તો તેને તરત જ પર્વત ઉપર અગ્નિ હશે કે નહિ તેવો પણ સંશય પડે, કેમકે ધૂમનું વ્યાપક વતિ છે. ધૂમનું જ્ઞાન થતાં વહ્નિનું જ્ઞાન થાય છે. પણ પછી ધૂમના જ્ઞાનમાં જ સંશય પડતાં, જેના કારણે વહ્નિનું જ્ઞાન થયું છે તેમાં જ સંશય પડતાં વ્યાપક વહ્નિનું પણ સંશયાત્મક જ્ઞાન જ થાય પણ નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકે નહીં.
શંકાકાર : શું સાધારણ ધર્મ કે અસાધારણ ધર્મના જ્ઞાનથી જ સંશય થાય ? અને તે સિવાય ધર્મજ્ઞાનથી સંશય ન થાય ? અર્થાત્ ધર્મનું જ્ઞાન સંશયમાં કારણ નથી ? નૈયાયિક : સાધારણ ધર્મના જ્ઞાનથી સંશય થતો હોય કે અસાધારણ ધર્મના જ્ઞાનથી
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૮૩)