________________
कारिकावली : आद्यो देहेष्वात्मबुद्धिः शङ्खादौ पीततामतिः ।
भवेन्निश्चयरूपा या संशयोऽथ प्रदर्श्यते ॥१२८॥ किंस्विन्नरो वा स्थाणुर्वेत्यादिबुद्धिस्तु संशयः । तदभावाप्रकारा धीस्तत्प्रकारा तु निश्चयः ॥ १२९ ॥
मुक्तावली : आद्य इति । विपर्यास इत्यर्थः । शरीरादौ निश्चयरूपं यदात्मत्वप्रकारकं ज्ञानं गौरोऽहमित्याकारकम् । एवं शङ्खादौ 'पीतः शङ्ख' इत्याकारकं यज्ज्ञानं निश्चयरूपं तद् भ्रम इति । किंस्विदिति वितर्के । निश्चयस्य लक्षणमाह- तदभावेति । तदभावाप्रकारकं तत्प्रकारकं ज्ञानं निश्चयः ॥
મુક્તાવલી : આ અપ્રમાત્મક જ્ઞાનના બે પ્રકાર છે : (૧) વિપર્યાસ અને (૨)
સંશય.
(૧) વિપર્યાસ : નિશ્ચયાત્મક ભ્રમને વિપર્યાસ કહેવાય છે. શરીર વગેરેમાં ગોમ્ એવી જે આત્મત્વની નિશ્ચયાત્મક બુદ્ધિ થાય છે તે વિપર્યાસ કહેવાય છે. તે જ રીતે જે શંખ ખરેખર શ્વેત છે તેમાં પીતત્વપ્રકારક બુદ્ધિ થાય છે તે નિશ્ચયાત્મક બુદ્ધિ વિપર્યાસ છે. ટૂંકમાં નિશ્ચયાત્મક જે ભ્રમજ્ઞાન હોય તે વિપર્યાસ કહેવાય છે.
શંકાકાર : નિશ્ચયાત્મક ભ્રમજ્ઞાનને વિપર્યાસ કહેવાય છે તો ત્યાં નિશ્ચય એટલે શું? નૈયાયિક : તમાવાપ્રજા તત્વા જ્ઞાનં નિશ્ચયઃ । જે તદભાવનું અપ્રકા૨ક હોય અને તદ્ભાવપ્રકારક હોય તે જ નિશ્ચય કહેવાય. ઘટનું જ્ઞાન જો નિશ્ચયાત્મક હોય તો તે ઘટત્વાભાવ-અપ્રકારક હોય અને ઘટત્વપ્રકારક હોય, અર્થાત્ અહીં ઘટત્વનો અભાવ નથી પણ ઘટત્વ પ્રકાર તરીકે ભાસે છે. તેવું જ્ઞાન છે તે નિશ્ચયજ્ઞાન કહેવાય. માત્ર ‘તત્ત્વારò જ્ઞાનં નિશ્ચયઃ' એવું લક્ષણ બનાવી શકાય નહીં, કેમકે સંશયમાં પણ તત્પ્રકા૨ક જ્ઞાન તો થાય જ છે, કેમકે અયં સ્થાણુર્વા પુરુષ: ? માં સ્થાણુત્વપ્રકારક અને પુરૂષત્વપ્રકારક જ્ઞાન છે જ. તેથી સંશયમાં અતિવ્યાપ્તિ થાય છે. તે અતિવ્યાપ્તિ નિવારવા તમાવાપ્રારò પદનું ઉપાદાન કર્યું છે. સંશય તો ભાવ અને અભાવપ્રકારક જ્ઞાન છે પણ તદભાવપ્રકારક નથી, તેથી હવે અતિવ્યાપ્તિ નહીં આવે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૭૯)
*•*•*•*•*•*