________________
इत्थं चेतो बहुतरेयं सेनेति प्रतीतिरुपपद्यते । बहुत्वस्य संख्यान्तरत्वे तु तत्तारतम्याभावान्नोपपद्येतेत्यवधेयम् ।
છે .
મુક્તાવલી : શંકાકાર : આ અપેક્ષાબુદ્ધિ શું છે ?
નૈયાયિક : ‘અયમ્
:, અયમ્ ઃ' એવી જે બુદ્ધિ છે તેને અપેક્ષાબુદ્ધિ કહેવાય
કન્દેલીકાર : જ્યાં અનિયતરૂપે એકત્વનું જ્ઞાન છે ત્યાં ત્રિત્વાદિથી ભિન્ન એવી એક બહુત્વ સંખ્યા ઉત્પન્ન થાય છે તેમ માનવું જોઈએ. જ્યાં સો માણસોનો સમૂહ છે ત્યાં આ એક, આ એક, આ એક, એમ બધાયમાં એકત્વનું જ્ઞાન છે પણ તે અનિયત છે, એટલે કે ૫૦ એક એક છે, ૬૦ એક એક છે કે ૧૦૦ એક એક છે એવું નિયત જ્ઞાન નથી, અર્થાત્ જ્યાં આવું અનિયત એકત્વ જ્ઞાન હોય ત્યાં બહુત્વ-સંખ્યાની ઉત્પત્તિ થાય છે. અને તેથી બહુત્વનું પ્રત્યક્ષ થતાં આ બહુ (ઘણા) માણસો છે તેવું જ આપણને જ્ઞાન થાય છે. (ઉદયનાચાર્ય તો ત્રિત્વાદિને જ બહુત્વ કહે છે. એટલે અહીં ત્રિત્વાદિથી ભિન્ન બહુત્વસંખ્યા સ્વતંત્ર કહી.)
સેનાવન = સેના અને વન. ‘આ મોટી (બહુ) સેના છે’ ‘આ મોટું વન છે' ‘આ ઘણા સૈનિકો છે' વગેરેમાં તેઓમાં રહેલા બહુત્વનું પ્રત્યક્ષ થયું છે.
ઉદયનાચાર્ય : ત્રિત્વાદિ સંખ્યા જ બહુત્વ છે. ત્રિત્વાદિની વ્યાપક બહુત્વસંખ્યા છે. જ્યાં ત્રિત્વાદિ હોય ત્યાં બહુત્વ હોય. આમ ત્રિત્વત્વવ્યાપક બહુત્વત્વ જાતિ બની. તેથી ત્રિત્વાદિ સંખ્યા જ બહુત્વરૂપ છે, માટે તુલ્યત્વ જાતિબાધકથી બહુત્વત્વ એ અતિરિક્ત જાતિ બની શકશે નહીં, કેમકે જેમ ઘટત્વ અને કળશત્વમાં તુલ્યતા છે તેમ ત્રિત્વત્વ અને બહુત્વત્વમાં પણ તુલ્યતા છે.
શંકાકાર : સેનાના સમૂહમાં, વનમાં રહેલા વૃક્ષોના સમૂહમાં ત્રિત્વાદિ તો ઉત્પન્ન થાય જ છે, તો પછી ત્યાં ત્રિત્વાદિનો ગ્રહ ન થતાં બહુત્વનો ગ્રહ થવાનું શું કારણ? આપણને તો ઘણા સૈનિકોવાળી સેના છે કે ઘણા વૃક્ષોનો સમૂહ છે તેવી જ બુદ્ધિ થાય છે. તેનું કારણ શું ?
નૈયાયિક : રોષાત્ । નિયતૈત્વજ્ઞાનાભાવ રૂપ દોષ હાજર હોવાથી તે ત્રિત્વાદિનો ગ્રહ કરાવતો નથી પણ બહુત્વનું જ્ઞાન જ કરાવે છે. નિશ્ચિત સો વગેરેની સંખ્યાનો જ્ઞાનાભાવ હોવાથી ત્રિત્વાદિની ઉત્પત્તિ થવાને બદલે બહુત્વની જ ઉત્પત્તિ થાય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૫૩)