________________
થઈ જવાથી હવે ચોથી ક્ષણમાં દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ જ ન થવાની આપત્તિ આવશે, કારણ કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતાના વિષય સાથે સંનિકર્ષ કરીને જ ચાક્ષુષાદિ પ્રત્યક્ષ કરે છે, અર્થાત્ વિષયની હાજરીમાં જ વિષયનું પ્રત્યક્ષ થઈ શકે છે પણ વિષયની ગેરહાજરીમાં વિષયનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. તેથી ચોથી ક્ષણે જો દ્વિત્વ વિષય જ હાજર ન હોય તો તે ક્ષણે દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ જ શી રીતે થાય ?
પણ હકીકતમાં તો દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય જ છે. તેથી માનવું જ પડે કે ચોથી ક્ષણમાં દ્વિત્વ હાજર છે પણ નાશ પામ્યું નથી અને તેથી તૃતીય ક્ષણમાં અપેક્ષાબુદ્ધિ પણ હાજર છે તેમ માનવું જ રહ્યું, કેમકે ત્રીજી ક્ષણમાં અપેક્ષાબુદ્ધિનો નાશ થાય તો ચોથી ક્ષણમાં દ્વિત્પાદિનો પણ નાશ થઈ જ જાય, અને તો તો દ્વિત્વાદિનું સવિકલ્પક પ્રત્યક્ષ જ ન થાય. માટે ત્રીજી ક્ષણમાં અપેક્ષાબુદ્ધિની હાજરી માનવી જ જોઈએ, અર્થાત્ અપેક્ષાબુદ્ધિને દ્વિક્ષણસ્થાયી ન માનતાં ત્રિક્ષણસ્થાયી માનવી જોઈએ.
શંકાકાર : તો પછી અપેક્ષાબુદ્ધિનો નાશ કોણ કરશે ? પૂર્વે તો સ્વોત્તરવૃત્તિવિશેષગુણને નાશક માન્યો હતો, પણ તે તો ત્રીજી ક્ષણે જ નાશ કરે. પરંતુ જો અપેક્ષાબુદ્ધિ તેના દ્વારા ત્રીજી ક્ષણે નાશ પામતી ન હોય તો હવે તેનો નાશક ન હોવાથી અપેક્ષાબુદ્ધિનો ચોથી ક્ષણે પણ નાશ શી રીતે થશે ?
નૈયાયિક : જે જન્ય હોય તે વિનાશી જ હોય. તેથી અપેક્ષાબુદ્ધિ જન્ય હોવાથી તેનો નાશ તો માનવો જ પડે. તેથી દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ પોતે જ અપેક્ષાબુદ્ધિનું નાશક બને છે તેમ માનવું જોઈએ. પ્રથમ ક્ષણે જે અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થશે તે બીજી ક્ષણે દ્વિત્વ ઉત્પન્ન કરશે, તેનાથી ત્રીજી ક્ષણે દ્વિત્વનું નિર્વિકલ્પક જ્ઞાન થશે અને ચોથી ક્ષણે દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ થશે. અને તે સવિકલ્પક પ્રત્યક્ષ જ ચોથી ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ કરશે. અને તેની પાંચમી ક્ષણે દ્વિત્વનો પણ નાશ થઈ જશે.
શંકાકાર : ચોથી ક્ષણે અપેક્ષાબુદ્ધિનો ભલે નાશ થાય, પણ તેથી કાંઈ દ્વિત્વને નાશ પામવાની શું જરૂર છે ? શું ઉત્પાદકનો નાશ થાય તો તેનાથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ નાશ પામી જાય ? જે દંડે ઘટને ઉત્પન્ન કર્યો તે દંડનો નાશ થવા છતાં ઘટનો નાશ થયો ન હોય તેવું પણ બને તો છે જ. તો પછી જે અપેક્ષાબુદ્ધિએ દ્વિત્વને ઉત્પન્ન કર્યું તે અપેક્ષાબુદ્ધિનો નાશ થવાથી તેની ઉત્તરક્ષણે દ્વિત્વનો પણ નાશ થઈ જ જાય છે તેમ શા માટે માનો છો ?
નૈયાયિક : જો અપેક્ષાબુદ્ધિનો નાશ થવા છતાં દ્વિત્વનો નાશ થાય છે તેવું ન માનો તો ચોથી ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઈ ગયા પછી પણ કાલાન્તરે હિત્વનું પ્રત્યક્ષ થવાની * ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૫૦)