________________
નૈયાયિકો : ઘટાદિ અવયવીમાં પણ સૂક્ષ્મ છિદ્રો હોય છે, એટલે એ છિદ્રો દ્વારા આ છે. અગ્નિ ઘટના અવયવો રૂ૫ તમામ અવયવીઓમાં પ્રવેશી શકે છે અને તેથી પરમાણુથી બજ છેમાંડીને ઘટ સુધીના તમામ અવયવો અને અવયવીઓમાં પાક થઈ શકે છે. માટે ઘટથી જ
યણુક સુધીના તમામ અવયવીઓના નાશની અને ત્યાર પછી રૂપાન્તર થયા બાદ યણકથી માંડીને ઘટ સુધીના તમામ અવયવીઓની ફરીથી ઉત્પત્તિ માનવામાં તો મોટું ગૌરવ છે, કેમકે તેમાં અનંતા અવયવીઓના નાશની અને અનંતા નવા અવયવીઓની જ ઉત્પત્તિની કલ્પના કરવી પડે છે.
વળી જ્યારે ઘટને નિભાડામાં મૂકીને પાક થયા પછી બહાર કાઢવામાં આવે ત્યારે “આ તે જ ઘડો છે તેવી પ્રત્યભિજ્ઞા થાય છે. જો તે ઘડો તૂટીને, પરમાણમાં પાક થઈને ફરી નવો ઘડો બન્યો હોત તો “આ તે જ ઘડો છે' તેવી પ્રત્યભિજ્ઞા થાત નહીં. પરંતુ આ છે તેવી જે પ્રત્યભિજ્ઞા થાય છે તે એમ જ સૂચવે છે કે ઘડારૂપ અવયવીમાં જ સીધો પાક જ થયો છે, પણ તેના અવયવોનો નાશ થઈને પરમાણુમાં રૂપાન્તર થયા પછી પાક થઈને જ
નવા ઘડાની ઉત્પત્તિ થઈ નથી. છે પણ જો પાક માટે મૂકેલો ઘડો ફૂટી જાય તો તેના અવયવોમાં પણ પાક થઈ શકે છે
છે આમ અનંતા અવયવીઓનો નાશ અને અનંતા નવા અવયવીઓની ઉત્પત્તિ
માનવાનું ગૌરવ તથા પ્રત્યભિજ્ઞા ન થવાની પરિસ્થિતિ વગેરે આપત્તિઓ આવતી હતી ન હોવાથી માત્ર પરમાણુમાં જ પાકક્રિયા ન મનાય પણ પરમાણુઓની સાથે વણકાદિ અવયવીમાં પણ પાક-ક્રિયા થાય છે તેમ માનવું જોઈએ.
વૈશેષિક મત માનવામાં બીજી પણ કેટલીક આપત્તિઓ છે : છે. (૧) તેઓએ અવયવમાં પાક થવામાં અવયવીને પ્રતિબંધક માન્યો છે. જ્યાં સુધી
અવયવીની હાજરી હોય ત્યાં સુધી અવયવોમાં પાક થઈ શકે નહીં. તેનો અર્થ એ થયો કે છે કે પ્રતિબંધક અવયવીની ગેરહાજરી થતાં પ્રતિબંધકાભાવ રૂપ ખૂટતી કારણસામગ્રી
હાજર થતાં પાકરૂપ કાર્ય થવું જ જોઈએ. હવે કપાલમાં પાક થવામાં ઘટ અવયવી જ પ્રતિબંધક છે તેથી ઘટનો નાશ થયો. હવે અવયવી હાજર નથી તેથી કપાલમાં પાક થાય
છે તેમ માનવું જ જોઈએ. અને તેથી કપાલમાં પાક માનતાં, કપાલ પણ અવયવી હોવાથી અવયવીમાં પણ પાક થાય છે તેવી અમારી વાત જ સિદ્ધ થાય છે.
(૨) વળી પરમાણમાં પાક થયા પછી કચણુકની ઉત્પત્તિ થઈ. હવે તેમાં
જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪૫) િ